SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન તર્કભાષા शुक्लो, नील इति गुणशब्दाभिमता अपि क्रियाशब्दा एव, शुचीभवनाच्छुक्लो, नीलनान्नील इति । देवदत्तो यज्ञदत्त इति यदृच्छाशब्दाभिमता अपि क्रियाशब्दा एव, देव एनं देयात्, यज्ञ एनं देयादिति । संयोगिद्रव्यशब्दाः समवाय(यि) द्रव्यशब्दाश्चाभिमता: क्रियाशब्दा एव दण्डो-ऽस्यास्तीति दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वात् । पञ्चतयी तु शब्दानां निमित्तत्वेन तस्येन्दनादिक्रियाशून्यकालेऽपि वासवादी सत्त्वेन तद्वलादिन्द्रादिव्यपदेशस्य समभिरूढमते सम्भवात् । एवम्भूतमते हि यत्कालावच्छिन्नं व्युत्पत्तिनिमित्तक्रियानुभवविशिष्टं वासवत्वादिसामान्यं, तत्कालावच्छिन्नव्यपदेश एव सम्भवतीति व्युत्पत्तिनिमित्तक्रियोपलक्षितसामान्य-लक्षितसामान्यकृतोऽनयोर्विशेषः । एवम्भूतस्यायं सिद्धान्तः, व्युत्पत्त्यर्थशून्या पदार्थो न तत्त्वतो तत्पदव्यपेदश्यः, यथा गृहकोणस्थघटः जलाहरणादिचेष्टाशून्यत्वान्न तत्त्वतो घटपदार्थः, अन्यथा पटोऽपि घटपदार्थः स्याद् व्युत्पत्त्यर्थशून्यत्वाविशेषादिति । नन्वेवं જાતિ જયાં હોય ત્યાં જ તે શબ્દનો પ્રયોગ માને છે. આ નયના મતે અક્રિયાવાચક = ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક ન હોય તેવા કોઈ શબ્દો જ નથી. આમ તો પાંચ પ્રકારના શબ્દો મનાય છે. (૧) જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દો : જે શબ્દોનો પ્રયોગ જાતિના કારણે થતો હોય છે. દા.ત. “જો' શબ્દ ગોત્વ જાતિના કારણે પ્રયુક્ત થાય છે તેથી તેને જાતિપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. (૨) ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દ : જે શબ્દોનો પ્રયોગ ગુણના કારણે થતો હોય. દા.ત. જ્ઞાની અહીં જ્ઞાનગુણનિમિત્તક શબ્દપ્રયોગ થાય છે તેથી તેને ગુણપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. (૩) યદચ્છાપ્રવૃત્તિનિમિત્તક શબ્દ : જે શબ્દોનો પ્રયોગ યદચ્છાથી થતો હોય. દા.ત. કાંતિભાઈ, શાંતિભાઈ વગેરે. અહીં યદચ્છાથી તે તે વ્યક્તિનું નામ પડાયું હોય તે તે શબ્દોનો તેમને વિશે થતો પ્રયોગ યદચ્છાથી થાય છે માટે આવા શબ્દોને યદચ્છાપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. (૪) દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક શબ્દ : જે શબ્દોનો પ્રયોગ દ્રવ્યના કારણે થતો હોય. દા.ત. ધનવાનું, ગૃહી વિગેરે. અહીં ધન-ઘર વગેરે દ્રવ્યો તે તે શબ્દપ્રયોગમાં નિમિત્ત બને છે. (૫) ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દ : જે જે શબ્દોનો પ્રયોગ ક્રિયાના કારણે થતો હોય. દા.ત. પાચક, રેચક, દાયક વગેરે. અહીં પાચન, રેચન, દાન વગેરે કિયા તે તે શબ્દોના પ્રયોગમાં નિમિત્ત બને છે. (દરેક શબ્દોમાં કોઈ ને કોઈ ક્રિયા તો લગભગ પ્રતીત થતી જ હોય છે. પરંતુ જેને ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહ્યા છે તેમાં અતિ સ્પષ્ટ રીતે ક્રિયા જણાય છે અને અન્યમાં અસ્પષ્ટ રીતે જણાય છે. જેમ પૂર્વે ગ્રન્થના પ્રારંભમાં જ આપણે જોઈ ગયા કે શ્રુતજ્ઞાનમાં મનનો વ્યાપાર તો હોય જ છે છતાં ય જેમાં તે પ્રધાનપણે દેખાતો હોય તેને જ માનસપ્રત્યક્ષ કહ્યું, શેષને નહીં, એમ પ્રસ્તુતમાં પણ જાણવું.) પરંતુ એવભૂતનય તો બધા જ શબ્દોને ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક જ માને છે. આ નયની આ માન્યતાને પુષ્ટ કરવા દરેક શબ્દો શી રીતે ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે એ જણાવે છે. (૧) જાતિપ્રવૃત્તિનિમિત્તક: T-1શ્વ વગેરે જાતિપ્રવૃત્તિનિમિત્તક કહેવાય છે. પરંતુ જે ગમન કરે તે ગાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy