SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ माणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात् । गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् । संसर्गस्य च प्रतिसंसर्गि भेदात्, तदभेदे संसर्गिभेदविरोधात् । शब्दस्य प्रतिविषयं नानात्वात्, ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે.) શંકા : ‘સંબંધ' અને ‘સંસર્ગ' આ બન્ને પદોનો અર્થ તો એક જ છે તેથી કાલાદિ આઠમાં સંબંધ અને સંસર્ગ આ બન્નેનું ગ્રહણ કરવાથી પુનરુક્તિ દોષ નહીં આવે ? સમા. : સંબંધ પદથી કથંચિત્ તાદાત્મ્યરૂપ અવિષ્વભાવનું ગ્રહણ કરાયું છે. તેથી ત્યાં અભેદ પ્રધાન અને ભેદ ગૌણ રહે છે તેથી પ્રધાનભૂત સંબંધના અભેદથી ત્યાં ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે. ‘સંસર્ગ’ પદથી તાદાત્મ્યભિન્નસંબંધની વિવક્ષા છે તેથી ત્યાં ભેદ પ્રધાન છે અને અભેદ ગૌણ છે. તેથી સંસર્ગ અપ્રધાનભૂત અભેદની અપેક્ષાએ દ્રવ્યગત બધા ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ કરે છે. આ રીતની વિવક્ષાધીન વિશેષતા હોવાથી સંબંધ અને સંસર્ગમાં પુનરુક્તિ દોષ સંભવતો નથી. ટુંકમાં, અવિષ્વભાવસંબંધમાં વસ્તુનો ધર્મ સાથેનો ભેદ ગૌણ છે અને અભેદ પ્રધાનપણે છે. જ્યારે સંસર્ગમાં અભેદ ગૌણ છે અને ભેદ પ્રધાન છે. બન્ને વચ્ચે આટલો તફાવત છે. (૮) શબ્દ : અસ્તિત્વધર્મયુક્ત વસ્તુનો વાચક જે ‘ખ્રસ્તિ’ શબ્દ છે તે જ ‘અસ્તિ’ શબ્દ બાકીના અનંતધર્મોથી યુક્ત તે વસ્તુનો વાચક પણ છે. જેમ અસ્તિત્વધર્મથી યુક્ત હોવાથી ‘વસ્તુ અસ્તિ' (=છે) એમ કહેવાય છે, તેમ શેષ અનંતધર્મોથી યુક્ત હોવાથી પણ ‘વસ્તુ અસ્તિ' (=છે) એમ કહેવાય છે. આ રીતે શબ્દની અપેક્ષાએ પણ ધર્મો અભિન્ન છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનયને ગૌણ કરી અને દ્રવ્યાર્થિકનયને પ્રધાન કરીને કાળ આદિ આઠ દ્વારા ધર્મો વચ્ચે આ રીતે અભેદ સિદ્ધ કર્યો. ૧૭૧ * પર્યાયાર્થિક્તયે કાલાદિ આઠનું સ્વરૂપ * દ્રવ્યાર્થિકનયને ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનયને મુખ્ય કરવામાં આવે તો આ જ કાલાદિ આઠની અપેક્ષાએ ધર્મોમાં અભેદ સંભવે નહીં (માટે ઉપચારનો આશ્રય લેવો પડે છે.) તે આ પ્રમાણે(૧) કાળ : ગુણો સમાનકાલીન નથી કારણ કે એકકાળે એક જ વસ્તુમાં ઘણા ગુણો સંભવી શકે નહીં અને જો એકકાળે એક જ વસ્તુમાં ઘણા ગુણો માનશો તો જેટલા ગુણો તેટલા ગુણી માનવા પડશે. અર્થાત્, એકની એક વસ્તુને અનેકવસ્તુરૂપ માનવી પડશે. (પર્યાયાર્થિકનય વર્તમાનગ્રાહી છે તથા વર્તમાનક્ષણે રહેલી વસ્તુને તેના તત્કાલીન પ્રગટ એક પર્યાયમય જ માને છે તથા તે જ પર્યાયને તે વસ્તુના તત્કાલીનધર્મ તરીકે સ્વીકારે છે. તેથી અનંતધર્માત્મક વસ્તુના અનંતધર્મો પ્રગટરૂપે ભિન્નકાલીન હોવાથી આ નય તે ધર્મોને કાલના ભેદે ભિન્ન જ માને છે. જેમ કે બાળ અને યુવાપર્યાય. બાલ્યાવસ્થા (=પર્યાય) અને યુવાવસ્થાને જો ભિન્ન માનવામાં ન આવે, તો બન્નેને સમકાલીન માનવા પડે, એટલે કે બાલ્યાવસ્થાનો ત્યાગ અને યુવાવસ્થાનો સ્વીકાર થઈ શકે નહીં. તથા ક્ષણે ક્ષણે પર્યાયો બદલાતા હોવાથી વસ્તુનું સ્વરૂપ પણ બદલાય છે અને સ્વરૂપભેદે વસ્તુભેદ છે. આ રીતે પર્યાયાર્થિક નય પર્યાયભેદે વસ્તુભેદ માને છે. તેથી વસ્તુમાં સમકાળે અનેક પર્યાયો માની શકાય નહીં. તેથી પર્યાયો વચ્ચે કાલની અપેક્ષાએ ભેદ છે. (૨) આત્મરૂપ : દરેક ગુણો ભિન્ન સ્વભાવવાળા છે. જો એક જ સ્વભાવવાળા હોય તો બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy