SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન તકભાષા ३/३८) इति; तन्न; अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायनशक्तौ सत्यां बहिर्व्याप्तेरुद्भावनव्यर्थत्वप्रतिपादनेन तस्याः स्वरूपप्रयुक्ताऽव्यभिचारलक्षणत्वस्य, बहिर्व्याप्तेश्च सहचारमात्रत्वस्य लाभात्, सार्वत्रिक्या व्याप्तेविषयभेदमात्रेण भेदस्य दुर्वचत्वात् । न चेदेवं तदान्तनिराकरोति 'तन्न' इत्यादिना । 'उद्भवनव्यर्थत्वप्रतिपादनेन' इति → तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे 'अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं व्यर्थमिति' (३.३७) अत्र नैयायिक उत्तिष्ठते - मा भूत् त्रैरूप्यं हेतुलक्षणं, अव्याप्तेः । तथाहि - ‘पक्वान्येतानि सहकारफलानि, एकशाखाप्रभवत्वात्, उपयुक्तसहकारफलवत्' इत्यादौ बाधितविषये, ‘मूर्योऽयं देवदत्तः तत्पुत्रत्वात्' બરાબર નથી. આવું પૂર્વપક્ષનું તાત્પર્ય જણાય છે.) ઉ.પક્ષ : પક્ષનો અંતર્ભાવ હોય તો તેને અંતર્થાપ્તિ કહેવાય અને પક્ષનો અંતર્ભાવ ન હોય તેને બહિવ્યક્તિ કહેવાય આ રીતે અંતર્થાપ્તિ અને બહિર્વાતિ વચ્ચેનો ભેદ નથી પરંતુ આ બે પ્રકારની વ્યાપ્તિ વચ્ચે સ્વરૂપથી જ ભેદ પડે છે. બાકી સાર્વત્રિક = સર્વદેશ-કાળના સાધ્ય-સાધનોને વિષય બનાવતી વ્યાપ્તિમાં વિષયભેદ માત્રથી (= પક્ષરૂપ વિષય હોવા કે ન હોવા માત્રથી) ભેદ પાડવો એ શક્ય નથી. પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં એમ કહેવાયું છે કે “પરાર્થનુમાનમાં દષ્ટાંતવચન ઉપયોગી નથી કારણ કે અંતર્થાપ્તિથી જ જો સાધ્યની સિદ્ધિ થઈ શકતી હોય તો દષ્ટાંત=બહિર્બાપ્તિ બતાવવી વ્યર્થ છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે પરાથનુમાનમાં માત્ર પક્ષ અને હેતુવચન જ પર્યાપ્ત છે, દૃષ્ટાંતવચન બિનજરૂરી છે. કારણ કે દૃષ્ટાંતથી તો બહિવ્યક્તિનું પ્રકાશન થાય છે. તેના બદલે વ્યુત્પન્નમતિવાળા શ્રોતા ને “પર્વતો ધૂમવાનું એટલું સાંભળીને “ધૂમ તો અગ્નિ હોય તો જ સંભવે. માટે પર્વત પર અગ્નિ છે. આ રીતે અનુમિતિ થઈ શકે છે. આ અંતર્થાપ્તિથી અનુમિતિ થઈ. જે આ રીતે અનુમિતિ કરવા સમર્થ હોય તેને દૃષ્ટાંતવચન કહેવાની શું જરૂર ? આના પરથી જણાય છે કે અંતર્થાપ્તિ એ “સ્વરૂપથી અવ્યભિચારરૂપ છે જ્યારે બહિર્બાપ્તિ તો સહચાર માત્રરૂપ છે. (ધૂમ હોય તો અગ્નિ હોય જ. અગ્નિ વિના ન જ સંભવે. જ્યારે દષ્ટાંતમાં જણાતી વ્યાપ્તિ = “જેમ કે મહાનસમાં ધૂમ અગ્નિની સાથે જ રહ્યો છે' - અહીં સહચાર માત્ર જણાય છે. એટલે ‘પક્ષભાન થાય તે અંતર્લામિ' આવું માનવું વ્યાજબી નથી. અર્થાત્, આમ પક્ષ અંતર્લાસિનો ઘટક નથી. પણ સ્વરૂપથી જ બે વ્યાપ્તિમાં ફરક માનવો ઉચિત છે. અન્યથા જો અંતર્થાપ્તિમાં પક્ષભાન થાય જ છે એવું માનશો, એટલે કે પક્ષને અંતર્થાપ્તિમાં ઘટક માનશો તો પછી અંતવ્યતિથી જ સાધ્યની પક્ષમાં પ્રતીતિ થઈ જ ગઈ. પછી અનુમાનની જરૂર શું છે? અર્થાત્ “પર્વત અગ્નિવાળો છે' આવી સાધ્યની પ્રતીતિ કર્યા વિના જ અંતવ્યક્તિ દ્વારા પક્ષમાં સાધ્યનો સંબંધ ભાસી જવાથી અનુમાન નિષ્ફળ બની જવાની આપત્તિ આવશે. માટે અંતર્લીતિથી પક્ષનું ભાન થતું નથી પણ અમે પૂર્વે કહ્યા પ્રમાણે બે રીતે પક્ષનું ભાન અનુમિતિમાં સંભવે છે. આ વાતને વિદ્વાનોએ શાસ્ત્રાનુસારે વિચારવી જોઈએ. નૈયાયિíમત હેતુની પંચરૂપતાનું ખંડન * બૌદ્ધ સંમત હેતુની ત્રિરૂપતાના ખંડનથી જ તૈયાયિક સંમત હેતુની પંચરૂપતાનું પણ ખંડન થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy