SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અહીં આસ્તિકવાદી કહે છે કે, જો તમે જ્ઞાનાદિગુણને પાંચ ભૂતના સંયોગથી પેદા થયેલ શરીરના ગુણો કહો તો તે ચક્ષુ વગેરે ઈદ્રિયોથી ગ્રાહ્ય કેમ બનતા નથી ? કેમ કે પૃથ્વી વગેરે ભૂતના જે શીતળતા, કઠિનતા વગેરે ગુણો છે તે ઈંદ્રિય ગ્રાહ્ય છે, અને ચેતના ઈંદ્રિયગ્રાહ્ય નથી. તેથી ચેતના=જ્ઞાન, શરીરનો ગુણ નથી પણ શરીરથી ભિન્ન આત્માનો ગુણ છે. [૧ના અવતરણિકા : જ્ઞાનાદિ ગુણો પંચભૂતમય શરીરના ગુણો નથી. પરંતુ આત્માના ગુણો છે, એ વાતની વિશેષ પુષ્ટિ માટે કહે છે – અથવા ચાર્વાક કહે કે, પાંચભૂતોમાં કેટલાક ગુણો ઈન્દ્રિયગ્રાહ્ય છે અને કેટલાક ગુણો ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તેથી ચેતના શરીરનો ગુણ હોવા છતાં ઈન્દ્રિયથી ગ્રાહ્ય થતો નથી. તેથી કહે છે – ચોપઈ : तनुछेदइ नवि ते छेदाइ, तस वृद्धिई नवि वधता थाय(इ)। उपादान ज्ञानादिकतणो, तेहथी जीव अलाधो गणो ।।११।। ગાથાર્થ : શરીરના છેદથી તેઃચેતનાગુણ, છેદાતા નથી તથા તેની વૃદ્ધિથી= શરીરની વૃદ્ધિથી, તે ચેતનાગુણ, વૃદ્ધિ પામતા નથી. માટે જ્ઞાનાદિ ગુણનો ઉપાદાન જીવ= આત્મા, (શરીરથી) જુદો માનો. ll૧૧II બાલાવબોધ : शरीरछेदई ते चेतनागुण छेदाता नथी तथा ते शरीरनी वृद्धिं वधता थाता नथी, ते माटई ज्ञानादिकगुणनो उपादान आत्मा शरीरथी अलाधो मानो । उपादाननी हानि-वृद्धिं ज उपादेयनी हानि-वृद्धि थाइ, जिम माटीनी हानि-वृद्धिं घटनी हानि-वृद्धि तिम इहां जाणवू । यद्यपि प्रदेशहानि-वृद्धि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy