SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ t ભાખે છે=બોલે છે, કે જીવ શરીરથી ભિન્ન=જુદો, નથી. અને જેમ મદ્યનાં અંગ, જે ગોળ, દ્રાક્ષ, ઈક્ષુરસ, ધાવડીનાં ફૂલ વગેરે, તેનાથી મદિરા ઉત્પન્ન થાય છે, તેમ ચેતના જે થાય છે તે પાંચ ભૂતના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. Iપા ભાવાર્થ : ચાર્વાકના મતે જેમ ગુડાદિ દ્રવ્યના સંયોગથી મદિરામાં મદશક્તિ પેદા થાય છે, તેમ પાંચ ભૂતના સંયોગથી શરીરમાં ચૈતન્ય પરિણામની અભિવ્યક્તિ થાય છે; પરંતુ તે ચૈતન્ય પરિણામ શરીરનો જ ધર્મ છે, શરીરથી પૃથક્ આત્મા નથી, તેમ નાસ્તિક એવો ચાર્વાક કહે છે. પા અવતરણિકા : ચોપઈ શરીરથી ભિન્ન આત્મા નથી તે જ વાતને દૃષ્ટાંતથી પુષ્ટ કરતાં કહે છે : माषणथी घृत तिलथी तेल, अगनि अरणिथी तरुथी वेल । जिम पडियार थकी तरवारि, अलगो तो दाख्यो ईणि वारि ||६|| ગાથાર્થ : જો જીવ શરીરથી ભિન્ન હોય તો (૧) માખણથી જેમ ઘી, (૨) તલથી જેમ તેલ, (૩) અરિણથી જેમ અગ્નિ, (૪) વૃક્ષથી જેમ વેલ, તથા (૫) મ્યાનથી જેમ તલવાર જુદી કરીને દેખાડાય છે; એની જેમ શરીરથી જીવ જુદો દેખાવો જોઇએ. IIII બાલાવબોધ : जो जीव शरीरथकी भिन्न होड़ तो मांषणथी जिम घी १, तिलथी तेल २, अरणिथी अग्नि ३, वृक्षथी वेलि ४ तथा पडियारथी तरुआरि ५ अलगी करी देषाsिs, तिम शरीरथी भिन्न करी देषाड्यो जोइ । शरीरथी भिन्न करी को देषाडतो नथी - ते माटइं जीव शरीरथी भिन्न नथी || ६ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy