SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જેમ કોઇ ગૃહસ્થ નીતિપૂર્વક ધન કમાતો હોય, પરંતુ એમ માનતો હોય કે સંયમની કોઇ આવશ્યકતા નથી, કેમ કે સ્વબળથી નીતિપૂર્વક ધન કમાવું અને જીવનનિર્વાહ કરવો એ જ ઉચિત છે, તો તે ગૃહસ્થ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતો નથી; તેમ અસંગભાવના અનન્ય ઉપાયરૂપ એવા દ્રવ્યાનુયોગની ઉપેક્ષા કરીને નિર્દોષ ભિક્ષાચર્યાદિ કરવા દ્વારા થયેલી સત્ત્વશુદ્ધિ બહુ ફળવાળી નથી. અનુવાદ : તથા ૪ ગાથા - અને તે પ્રકારે ગાથા છે - સંમુગ્ધસ્થૂલ, જીવ-અજીવાદિ જ્ઞાનથી જેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીમાં યત્ન કરે છે, તેઓ નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને પામ્યા નથી. તે પ્રકારે બતાવવા માટે સંમતિની ગાથા છે. ૨૧-૨૧. .૩ નદંતિ 11 ચરણ-કરણમાં પ્રધાન અને સ્વસમય અને પ૨સમયમાં મુક્તવ્યાપારવાળા એવા મુનિઓ નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સા૨ને ન તુ=નૈવ=પામતા નથી જ. ઉત્થાન : અહીં કોઇને પ્રશ્ન થાય કે, દશવૈકાલિકમાં પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ કહ્યું છે, તેથી ષડ્જવનિકાયના પાલનરૂપ સંયમની દયા માટે તેમાં ઉપયોગી એટલું જ્ઞાન આવશ્યક છે, પરંતુ સ્વ-પરદર્શનનું જ્ઞાન એ પ્રકારની દયામાં ક્યાં ઉપયોગી છે ? તેથી જે સાધુઓ ચરણ-કરણસિત્તરીના સમ્યગ્ બોધપૂર્વક ચારિત્રની આચરણા કરે છે, તેમને ચારિત્ર છે, એમ માનવામાં શું વાંધો છે ? તેથી કહે છે - - શ્રી વંશવેાલિ.....૩પદ્દેશ છડું, શ્રી દશવૈકાલિકમાં પણ પ્રથમ જ્ઞાન અને પછી દયા એ ઉપદેશ છે, તિહાં......ન સંતોષ રવો, - ત્યાં જ્ઞાન તે ચારિત્રને ઉપયોગી ષડૂજીવનિકાયાદિ સંમુગ્ધપરિજ્ઞાન છે, એમ જાણીને સંતોષ ન કરવો; ને મારૂં.....નિશ્વયનાાત્રિ આવડ્ - જે માટે તેની=ચારિત્રની, હેતુ, સ્વરૂપ અને અનુબંધિ આદિ શુદ્ધિ કરવી. અને તે શુદ્ધિ પરીક્ષારૂપ નિશ્ચય જ્ઞાન વગર ન થાય, કેમ કે નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયચારિત્ર આવે છે. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy