SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જિનશાસનરૂપ રાજદરબારમાં છાજે છે, અને આપબળે ગાજે છે; અર્થાત્ કોઇ વ્યક્તિને ન દષ્ટિ પ્રગટ થયેલી હોય અને ભગવાનના વચનથી નિયંત્રિત થઈને ચાલતી હોય, તો ભગવાનના શાસનની શોભા વધારે છે, અને દરેક નયોને યથાસ્થાને જોડીને સન્માર્ગની વૃદ્ધિ કરે છે. તેથી તે નયો પોતાના બળથી ગાજી રહ્યા છે. II૧૧૮II અવતરણિકા : પૂર્વ ગાથા-૧૧૮ માં કહ્યું કે, નિરંકુશ એવી નદૃષ્ટિ વેદાંત આદિ તે તે મતોમાં પ્રવેશ કરે છે અને અનેક ચાળા કરે છે. તેથી હવે કઇ નયદૃષ્ટિથી કર્યું દર્શન ઊઠેલું છે, તે બતાવવા અર્થે કહે છે – ચોપાઇ : नैयायिक वैशेषिक विचर्या, नैगमनयअनुसारइं जी , वेदांती संग्रहनयरंगि, कपिलशिष्य व्यवहारिं जी । ऋजुसूत्रादिकनयथी सौगत, मीमांसक नयभेलइ जी , पूर्ण वस्तु जैनप्रमाणे, षटदरशन एक मेले जी ।।११९ ।। ગાથાર્થ : નૈયાયિક અને વૈશેષિક નગમનયને અનુસાર વિચરે છે, વેદાંતી સંગ્રહાયથી રંગાયેલો છે, કપિલશિષ્ય વ્યવહારનયથી ચાલે છે, ઋજુસૂત્રાદિક ચાર નયથી સૌગત, અને મીમાંસક નયભેલ=નયસંકરથી, થયા. પૂર્ણ વસ્તુ જૈન પ્રમાણે છે, તે ષદર્શનને એક ઠેકાણે ભેગા કરે છે. I૧૧૯ બાલાવબોધ : नैयायिक वैशेषिक ए २ दर्शन नैगमनयनइ अनुसारइ विचर्या, ते पृथग् नित्यानित्यादिद्रव्य मानइ, पृथिवी परमाणुरूपा नित्या, कार्यरूपात्वनित्या ए प्रक्रिया छइ, नैगमनय ते नयद्वयात्मक छड़, एकत्र प्राधान्येनोभयानभ्युपगमाद् मिथ्यात्वम्, उक्तं च - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy