SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ વિશેષાર્થ : અહીં કહ્યું કે સર્જ્યું તે તત્પ્રકા૨ક સિસૃક્ષા, ત્યાં પ્રશ્ન થાય કે, સર્જ્યું એટલે કાર્ય સર્જાયું હોય તે, અને સિસૃક્ષા એ સર્જવાની ઇચ્છારૂપ છે, તેથી તે બે એક કેમ કહેવાય ? તેનો આશય એ છે કે, સિસૃક્ષા એ કારણ છે અને તેનાથી કાર્ય સર્જિત થાય છે, તેથી અભેદ ઉપચાર કરીને સિસૃક્ષાને જ સાઁ કહે છે. વળી ‘સિસૃક્ષા’ એ સર્જવાની ઇચ્છારૂપ છે, અને ભગવાનને તો કોઇ સર્જવાની ઇચ્છા નથી, તેથી ‘સિસૃક્ષા’ શબ્દથી ભગવાનનું જ્ઞાન ગ્રહણ કરીએ તો જ નં નહીં. સૂત્ર તેની સાથે જોડી શકાય. ......... આશય એ છે કે, સામાન્ય રીતે ઇશ્વર સર્જન કરનાર છે તેમ લોકની માન્યતા છે. તેથી ઇશ્વરની સર્જન ક૨વાની ઇચ્છા પ્રમાણે જગતનું બધું સર્જન થાય છે, તેમ લોક માને છે; અને જૈનશાસન ઇશ્વરની સર્જન કરવાની ઇચ્છા માનતું નથી. તો પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથમાં સમાધાન કરેલ છે કે, જે પ્રકારે ભગવાને જોયું છે તે જ પ્રકારે વસ્તુ પરિણામ પામે છે, એ અપેક્ષાએ ભગવાનને જગતના સર્જન કરનાર માનો તો અમને કોઇ દોષ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ‘સિસૃક્ષા' એ સર્જવાની ઇચ્છારૂપ મોહના પરિણામરૂપ નથી, પરંતુ કેવલીના જ્ઞાનના પરિણામરૂપ છે. I૧૦૫ અવતરણિકા : ‘સર્જ્યું હશે તેમ થશે’ એમ કહીને મોક્ષનો ઉપાય માનતો નથી, એ તેની વિપરીત મતિ છે, એ બતાવવા અર્થે કહે છે - ચોપઇ : तृप्ति हस्ये जो सरजी हस्यै, भोजन करवा स्युं धसमसे ? | पापि उद्यम आगलि करइ, धरमि स्युं सरज्युं उच्चरइ ? ।। १०६ ।। ગાથાર્થ : જો સર્જિત=સર્જાયેલી, હશે તો તૃપ્તિ થશે, ભોજન કરવા માટે શું ધસમસે= પ્રયત્ન કરે છે ? પાપમાં ઉદ્યમ આગળ કરે છે અને ધર્મમાં સર્જ્ય ઉચ્ચરે છે=કહે 9.1190911 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy