SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ * * * સાથે જોડી આપે એવા યોગના પરિણામમાં મહત્ત્વનો પરિણામ છે. અને તે મોક્ષની ઇચ્છા ભાવિમાં થનારી અમૃતક્રિયામાં વર્તતા સંવેગરૂપ રસના સંયોગસ્વરૂપ છે; અર્થાત્ મોક્ષની ઇચ્છાપૂર્વક કરાતું તહેતુઅનુષ્ઠાન, ભવિષ્યમાં થનારા અમૃતઅનુષ્ઠાનનું કારણ છે. અમૃતઅનુષ્ઠાનમાં ઉત્કટ મોક્ષની ઇચ્છા સુદઢ, યત્નપૂર્વક ધર્મમાં પ્રવૃત્તિ કરાવતી હોય છે, તે જ મોક્ષની ઇચ્છા તહેતુઅનુષ્ઠાનમાં પણ છે; આમ છતાં અમૃતઅનુષ્ઠાન જેવા સુદઢયત્નવાળું અનુષ્ઠાન કરાવી શકતી નથી. અમૃતક્રિયામાં જે સંવેગનો રસ છે તે રસનો યોગ તો તહેતુઅનુષ્ઠાનમાં પણ છે, તેથી ત્રુટિત પણ તહેતુઅનુષ્ઠાન મોક્ષની ઇચ્છારૂપ મોટા યોગને કારણે રુચિરૂપે ધર્મમાં મનને સ્થિર કરે છે. આ પ્રકારે મૂળ શ્લોકનું યોજન છે. પ્રસ્તુત ગાથા-૯૭ નો અર્થ બીજી રીતે પણ થઇ શકે છે, તે આ રીતે - પૂર્વમાં બતાવ્યું એ રીતે, જે વ્યક્તિ મોક્ષતત્ત્વની રુચિ કરે છે તેને મોક્ષના ઉપાયભૂત ધર્મ જ કરવા જેવો છે, એ પ્રકારે મન સ્થિર છે. તેથી વારંવાર ધર્મ કરવાના મનોરથો કરે છે, અને પોતાના ઉત્સાહને અનુરૂપ ધર્મમાં યત્ન પણ કરે છે. આવી વ્યક્તિની ત્રુટિત ધર્મક્રિયા થતી હોય તો પણ, તેનામાં વર્તતી મુક્તિની ઇચ્છા છે તે મોટો યોગ છે; અને તેના કારણે તેની ત્રુટિત ધર્મક્રિયા પણ અમૃતક્રિયાનું કારણ બને તેવી છે. તેથી જ્યારે તેની ક્રિયા અમૃતક્રિયા બનશે ત્યારે અમૃતક્રિયાના રસનો સંયોગ થશે, જે અંતે મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરાવશે. બાલાવબોધ : - इम जे परीक्षा करीनइ मोक्षतत्त्व सद्दहइ तेहर्नु धर्मनई विषइं मन थिर रहै, मुक्तिनी इच्छा छइ ते मोटो योग छ। चरमपुद्गलपरावर्तई अपुनर्बंधकादिकनइ, भारे कर्ममल होइ तेहनइ न हुइ, उक्तं च चिंशिकायाम् - - मुक्खासओ वि णडण्णत्थ होइ गुरुभावमलषभावेणं । म ગુરુવદવિારે 1 ની પત્થાન સમ્મ | (૪, ૨) Test • અહીં બાલાવબોધના અંતે અન્ય પ્રતમાં આ રીતે પાઠ છે - તંત્ર अनिर्वाणवादी निरस्त थयो. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy