SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ अत्र गाथा - जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवनयविमुक्का । अन्नुन्नमणाबाहं चिटुंती सुही सुहं पत्ता ।। (વિશિવ-૨૦,૨૮) (વિશિવા ૧,૨૦) IST અનુવાદ : નિgi....wવેશી વૃષ્ટાંત, - જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે, અને તે સિદ્ધના આત્માઓ દૂધ અને સાકરની જેમ એકઠા ભળે છે. આ દૂધ અને સાકરનું દૃષ્ટાંત એકાંત છેઃએક અંશવાળું છે, તે સ્પષ્ટ બતાવતાં કહે છે - એ પણ=સિદ્ધના આત્માઓમાં દૂધ અને સાકરનું દષ્ટાંત બતાવ્યું એ પણ, એકદેશી દૃષ્ટાંત છે. ભાવાર્થ :- - દૂધ અને સાકર ભેગાં થાય છે ત્યાર પછી, આ દૂધ છે અને આ સાકર છે તેવો ભેદ જણાતો નથી, તેમ આ સિદ્ધનો આત્મા અહીં છે અને આ સિદ્ધનો આત્મા અન્યત્ર છે તેવો ભેદ જણાતો નથી; એ અર્થમાં અહીં દૂધ અને સાકરનું દૃષ્ટાંત છે. પરંતુ દૂધ અને સાકર ભેગાં થયા પછી એકલા દૂધના ક્ષેત્રનું અવગાહન હતું તે સાકર નાખ્યા પછી અવગાહન વધે છે; જ્યારે પૂર્વના સિદ્ધના આત્માઓ જ્યાં રહેલા છે ત્યાં નવા સિદ્ધના આત્માઓ આવે છે ત્યારે, અવગાહના જુદી પ્રાપ્ત થતી નથી. તેથી તે અંશમાં દૃષ્ટાંત નથી. ઉત્થાન : હવે આ દૃષ્ટાંત એકદેશી કેમ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે - અનુવાદ : જીવન....વાંવહું નથી, - રૂપીને માંહોમાંહે=પરસ્પર, ભળતાં સાંકડું થાય, પરંતુ રૂપરહિતને પરસ્પર ભળતાં ધર્મ-આકાશાદિની જેમ કાંઇ વાંકું પડતું નથી. • ધર્માચ્છાશરિવત્ અહીં ‘ઢિ પદથી અધર્માસ્તિકાય અને આકાશનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy