SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર અવતરણિકા : ગાથા-૯૩ માં કહ્યું કે, જૈનશાસન શરીરપ્રમાણ આત્માને માને છે, તેથી સઘળું ઘટે છે. તેનાથી એ ફલિત થયું કે, શરીરપ્રમાણ આત્મા માનવાથી સાધના કરીને મોક્ષમાં ગમન ઘટે છે. માટે પૂર્વપક્ષી કહે છે કે આત્મા વ્યાપક છે તેથી મોક્ષગમન સંભવે નહિ, તેનું આનાથી નિરાકરણ થયું. હવે આત્મા મોક્ષમાં કઇ રીતે જાય છે અને ક્યાં વસે છે, તે બતાવતાં કહે છે - ચોપઇ : योगनिरोध करी भगवंत, हीनत्रिभाग अवगाह लहंत । सिद्धशिला ऊपरि जइ वसै, धर्म विना न अलोकइ धसइ ।।१४।। ગાથાર્થ : યોગનિરોધ કરીને ભગવંત સિદ્ધભગવંત, હીનત્રિભાગ અવગાહના પ્રાપ્ત કરે છે, અને સિદ્ધશિલા ઉપર જઇને વસે છે. અને ગતિસહાયક એવું ધર્મદ્રવ્ય ધર્માસ્તિકાયેદ્રવ્ય, નહિ હોવાને કારણે અલોકમાં ધસતો નથી સિદ્ધનો આત્મા અલોકમાં જતો નથી. ll૯૪ના બાલાવબોધ : केवलज्ञानी भगवंत आवर्जीकरण करी योग रुंधी चरम भवइ जेवर्ल्ड शरीर छइ ते त्रिभागहीनावगाहना पामता सिद्धसिला ऊपरि जईनइ वसई, आगलि कां न जाइ ? ते ऊपरि कहइ छइ जे धर्म विना-धर्मास्तिकाय विना अलोकाकाशमांहिं धसई नहीं ।।९४ ।। અનુવાદ : વજ્ઞાની.....તે ઉપર - કેવલજ્ઞાની ભગવંત ૧૩માં ગુણસ્થાનકના અંતે આવર્જીકરણ કરીને યોગને રૂંધે છે, અને ચરમભવમાં જેટલું શરીર છે, તે ત્રિભાગહીન અવગાહના પામતા સિદ્ધશિલા ઉપર જઇને વસે છે. આગળમાં કેમ જતા નથી ? તે ઉપર કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy