SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ રાપ ભાવાર્થ - ગમે ત્યારે=વર્તમાનમાં કે ભવિષ્યમાં કે ઘણા કાળ પછી, ભગવાનને પૂછવામાં આવે છે કે કેટલા જીવો મોક્ષે ગયા ? તો ભગવાન એક જ જવાબ કહે છે કે, એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો. તેથી એ પ્રાપ્ત થાય કે, જીવોની સંખ્યાનો જથ્થો ઘણો મોટો છે. તેમાંથી સદા મોલમાં જીવી જાય છે, તેથી તે સંખ્યા ઘટે છે, તો પણ મોક્ષમાં જનારા જીવોની સંખ્યા સદા નાની જ રહે છે. આમ તો મોક્ષમાં ગયેલા જીવો અનંતા છે, અને સતત તેમાં વૃદ્ધિ થાય છે, તો પણ તે સંખ્યા સંસારવર્તી અન્ય જીવોની સંખ્યાની અપેક્ષાએ સદા નાની જ રહેવાની. આ પ્રકારની સંસારના જીવોની વ્યવસ્થા સ્વીકારીએ તો, ક્યારેય સંસાર ખાલી થવાની આપત્તિ કે મોક્ષમાં ગયેલ જીવોને ક્યારેય સંસારમાં પાછા આવવાની આપત્તિ આવતી નથી. આ રીતે સંસારની વ્યવસ્થા, અને સાધના દ્વારા મોક્ષ પામવાની વ્યવસ્થા, સદા ચાલુ સ્વીકારવામાં કોઇ બાધ નથી. હવા અવતરણિકા - .. कहिउ तेह ज स्पष्टपणि कहइ छइ - અવતરણિકાર્ય : ગાથા-૯૧ના અંતે કહ્યું કે, જ્યારે ભગવાનને પૂછવામાં આવે છે ત્યારે ભગવાન કહે છે કે, એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો. એ પ્રમાણે જે કહ્યું તેને જ સ્પષ્ટ કરતાં ગાથામાં કહે છે - ચોપાઇ : थया अने थास्ये जे सिद्ध, अंश निगोद अनंत प्रसिद्ध । तो जिनशासन सी भयहाणिं, बिंदु गयै जलधि सी काणि ।।१२।। ગાથાર્થ : થયા અને થશે જે સિદ્ધ=જે સિદ્ધ થયા અને જે સિદ્ધ થશે, તે અંશ છે= એક નિગોદનો અંશ છે, અને નિગોદ અનંત છે એમ પ્રસિદ્ધ છે. તો=તેથી, જિનશાસનમાં ભયહાનિ શી ? બિંદુ ઓછું થાય તો સમુદ્રમાં શું કાણું પડે? I૯૨ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy