SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અહંકારાદિ મિથ્યા સિદ્ધ થાય. તેથી પ્રકૃતિ આદિ ૨૪ તત્ત્વોનું સ્થાન ક્યાં રહે ? અર્થાત્ ૨૪ તત્ત્વો સિદ્ધ થાય નહિ. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, આ જગતમાં સર્વ કાર્યો દેખાય છે, તે કેવી રીતે સંગત થાય ? તેથી કહે છે - અનુવાદ : ર૪ તત્તના....સર્વ વેદો, = ૨૪ તત્ત્વની ધર્મશક્તિની=કાર્યશક્તિની વિગતિ કરી પ્રકૃતિથી જ સર્વ કહો. ભાવાર્થ : સાંખ્ય કહે છે કે, પ્રકૃતિની શક્તિ બુદ્ધિ ઉત્પન્ન કરવાની છે, અને બુદ્ધિની અહંકાર પેદા કરવાની શક્તિ છે. તેથી જ્યારે બુદ્ધિતત્ત્વ જ મિથ્યા સિદ્ધ થાય ત્યારે પ્રકૃતિની બુદ્ધિને ઉત્પન્ન કરવાની શક્તિ છે તે સિદ્ધ થાય નહિ. અને બુદ્ધિ જ મિથ્યા છે, તેથી અહંકાર પેદા કરવાની બુદ્ધિની શક્તિ છે તે પણ સિદ્ધ થાય નહિ. આ રીતે સાંખ્યને અભિમત ૨૪ તત્ત્વોની ધર્મશક્તિની વિગતિ કરીને=૨૪ તત્ત્વોની કાર્યશક્તિનો અભાવ સ્વીકારીને, પ્રકૃતિથી જ દેખાતાં સર્વ કાર્યો થાય છે, તેમ સાંખ્યને સ્વીકારવું જોઈએ. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે સાંખ્યદર્શનમાં પ્રકૃતિ આદિ ૨૪ તત્ત્વો બતાવ્યાં છે, તેનું શું ? તેથી કહે છે – અનુવાદ - વીનાં તત્ત્વ.....વિમાસીનç દો - પ્રકૃતિ આદિમાંથી પેદા થતાં બીજાં તત્ત્વ બુદ્ધિ આદિ છે, તે વિમાસીને રહો. ભાવાર્થ : પ્રકૃતિ આદિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો પેદા થાય છે કે નહિ તેની પ્રામાણિક રીતે વિમાસા=વિચારણા, કરવા બેસો તો દેખાશે કે, પ્રકૃતિનો જ આ વિલાસ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy