SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અનુવાદ : - અમીર નિં.....વદ છઠ્ઠ 1193 IT - કૂવામાં ઊંડું પાણી છે એ પ્રતીતિમાં આકાશનું પ્રતિબિંબ નથી, પરંતુ ગંભીરપણું=ઊંડાપણું, તે જલધર્મ છે; અર્થાત્ કૂવામાં પાણી ઊંડું નહિ હોવા છતાં જલનો એવો ધર્મ છે કે, જલ ઊંડું છે એ પ્રકારની ભ્રમાત્મક પ્રતીતિ થાય છે. તેથી પૂર્વપક્ષી જલમાં આકાશને પ્રતિબિંબસ્વરૂપ દેખાડીને ચિત્મતિબિંબને=બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબને, કહે છે, તે ન થાય એમ કહીએ છીએ. I૭૩માં અવતરણિકા : પૂર્વગાથા-૭૩ માં કહ્યું કે, આકાશનું પ્રતિબિંબ દર્પણમાં થાય નહિ, તેમ આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં થઈ શકે નહિ. ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે આકાશનું પ્રતિબિંબ દર્પણમાં ભલે ન થાય પણ જલમાં થાય છે, માટે જ “મીર નતમ્' એવી પ્રતીતિ થાય છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે સ્થાપન કર્યું કે ગભીરપણું એ જલધર્મ છે, પણ આકાશનો ધર્મ નથી; માટે અરૂપી પદાર્થનું પ્રતિબિંબ પડે નહિ. તેથી પૂર્વપક્ષી કહે છે કે પ્રતિબિંબ એ શું વસ્તુ છે, કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી તેમ કહો છો ? તેનું સમાધાન આપતાં કહે છે – ચોપાઇ : आदर्शादिकमां जे छाय, आवइ ते प्रतिबिंब कहाय । . मूल खंधनुं संगत तेह, नवि पामइ प्रतिबिंब अदेह ।।७४।। ગાથાર્થ - આદર્શાદિકમાં=આરીસા વગેરેમાં, જે છાયા આવે છે, તે પ્રતિબિંબ કહેવાય છે. સ્થૂલ સ્કંધનું એ=પ્રતિબિંબ, સંગત છે, અદેહ એવો આત્મા પ્રતિબિંબને પામતો નથી.Il૭૪ll બાલાવબોધ - आदर्शादिक कहितां आरीसाप्रमुख जे स्वच्छ द्रव्य, तेहमां जे छाया आवइ ते प्रतिबिंब कहाइ, उक्तं च - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy