SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ અનુવાદ : - રૂમ વિદ્યા.....ન ઘટવું, - એમ-ગાથા-૯૪ થી ૭૧ માં કહ્યું એ રીતે, અવિદ્યા-માયાશબ્દવાચ્ય અનિર્વચનીય એવું અજ્ઞાન વેદાંતી માને છે, તે ઘટતું નથી. ભાવાર્થ : વેદાંતી નિર્વિકલ્પ બ્રહ્મને જ વાસ્તવિક માને છે, તેનાથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી, તેમ માને છે; અને કહે છે કે, જે કાંઈ દેખાઈ રહ્યું છે તે અવિદ્યારૂપ છે અને માયાશબ્દથી વાચ્ય છે; અર્થાતુ વાસ્તવિક પદાર્થ નથી, પરંતુ ઈંદ્રજાલ જેવી માયા છે કે જે નથી તે દેખાડે છે. - વેદાંતીની આ માન્યતામાં પ્રશ્ન થાય કે અજ્ઞાન શું પદાર્થ છે ? અને જો અજ્ઞાન વસ્તુ હોય તો બ્રહ્મથી અતિરિક્ત પદાર્થ સિદ્ધ થાય. તેથી વેદાંતી કહે છે – તે અજ્ઞાન અનિર્વચનીય છે, વસ્તુતઃ નિર્વિકલ્પ બ્રહ્મથી અતિરિક્ત કાંઈ નથી, આ પ્રકારનો વેદાંતસંમત પદાર્થ જો સ્વીકારીએ તો આ જગતની વ્યવસ્થા સંગત થાય. પરંતુ ગાથા-૯૪ થી ૭૧ સુધી સ્થાપન કર્યું એ રીતે, વેદાંતસંમત અજ્ઞાન ઘટતું નથી, તેમ ગ્રંથકાર કહે છે. (તેમાં અનુભવથી વિરુદ્ધ છે એ હેતુ અધ્યાહાર છે. આથી જ અનુભવની સંગતિ આગળ બતાવે છે.) તે અજ્ઞાનને અનિર્વચનીય કહ્યું તેનો ભાવ આ પ્રમાણે છે – જેમ તૈયાયિક અભાવનું લક્ષણ કરે છે કે, ભાવથી ભિન્ન તે અભાવ. ત્યાં ભિન્ન=ભેદવાન અને ભાવથી ભેદ એટલે જ ભાવનો અભાવ. તેથી અભાવના બોધ માટે કરેલ લક્ષણની કુક્ષિમાં જ અભાવનો પ્રવેશ થઈ ગયો. તેથી તેનું લક્ષણ કરી શકાય નહિ. તે દોષને ટાળવા માટે તૈયાયિક અભાવને અખંડ ઉપાધિરૂપ કહે છે, અને કહે છે કે, તે અખંડ ઉપાધિ અનિર્વચનીય છે=કહી શકાય તેમ નથી. તેની જેમ વેદાંતી પણ અજ્ઞાનને અનિર્વચનીય કહીને બ્રહ્મથી જુદો અજ્ઞાન નામનો પદાર્થ નથી, છતાં ન કહી શકાય તેવું અજ્ઞાન છે, જેના કારણે આ પ્રપંચ દેખાય છે, તેમ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy