SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ–સંકલન થાય તો કાર્ય ન થાય, તો પણ ધાવ્યપ્રાપ્તિનું કારણ જેમ ખેતીની પ્રવૃત્તિ છે, તેમ મોક્ષની પ્રાપ્તિનું કારણ ચારિત્રાદિ ક્રિયાઓ જ છે. આ વાત ગાથા-૧૧૪ માં બતાવીને રત્નત્રયીમાં મોક્ષની હેતુતાનો સંશય નથી; માટે મોક્ષનો ઉપાય રત્નત્રયી છે, એમ શ્રદ્ધા કરવી જોઈએ; એમ સ્થાપન કરીને સમ્યક્વનું છું સ્થાન પૂર્ણ કર્યું. - આ રીતે સમ્યક્વનાં છ સ્થાનો બતાવીને તેની શ્રદ્ધાથી સમ્યક્ત પ્રગટે છે. અને તેને જ સઘળો મોક્ષમાર્ગ યથાર્થ સૂઝે છે, એ વાત ગાથા-૧૧૬ માં બતાવેલ છે. વળી, મિથ્યાષ્ટિ જીવ જ એક વયને ગ્રહણ કરીને અન્ય નયનો અપલાપ કરે છે, તે રીતે જ મિથ્યાષ્ટિ જીવ જ આ છ સ્થાનકોમાં એકેક સ્થાનરૂપ એકેક નયને પકડીને અન્ય અન્ય નયરૂપ અન્ય અન્ય સ્થાનોનો અપલાપ કરે છે, અને સ્યાદ્વાદી સર્વ નયોને યથાસ્થાને જોડીને વિવેકવાળો બને છે. એ વાત ગાથા-૧૧/ ૧૧૮ માં બતાવેલ છે. વળી, કયા નથમાંથી કયાં દર્શનો ઊક્યાં છે અને તેઓ આ છ સ્થાનોમાં તે તે સ્થાનનો અપલાપ કરે છે, એ બતાવવા માટે ગાથા-૧૧૦ માં બતાવેલ છે કે - તૈયાયિક અને વૈશેષિક નૈગમનય ઉપર, વેદાંતી સંગ્રહાય ઉપર, કપિલ શિષ્ય વ્યવહારનય ઉપર, સૌગતના ચાર મતો ઋજુસૂત્રાદિ કયો ઉપર, અને મિમાંસક નયના સંકરથી અનેક વયો ભેગા કરીને, ચાલે છે; અને આ રીતે એકેક વયને પકડીને તેઓ મિથ્યાવાદી બને છે. વળી ગાથા-૧૨૦/૧૨૧ માં એકાંતવાદ કઈ રીતે સંગત નથી, અને સ્યાદ્વાદ જ કઈ રીતે સંગત છે; તે યુક્તિથી બતાવેલ છે. વળી, નયોનો સાચો બોધ શ્રુત, ચિંતા અને ભાવનાત્તાનથી કઈ ભૂમિકાનો થાય છે; તે બતાવવા માટે ગાથા-૧૨૨ માં શ્રુત, ચિંતા અને ભાવનાજ્ઞાનની પરિણતિ બતાવેલ છે. વળી, ગાથા-૧૨૩ માં સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસથી જ ચારિત્રની વૃદ્ધિ થાય છે, માત્ર ક્રિયાથી નહિ; તે બતાવીને મોક્ષના અર્થીએ જેમ સમ્યક્તનાં છ સ્થાનોમાં યત્ન કરવો જરૂરી છે, તેમ દર્શનવાદ ભણવો પણ અતિ ઉપકારક છે, તેમ બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy