SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ માનીએ તો ગૌરવ થાય. તેથી લાઘવથી ઘટ-પટાદિ પદાર્થના બોધસ્વરૂપ જ્ઞાન માત્ર જ છે, પદાર્થો નથી. જેમ સ્વપ્નમાં પદાર્થો વગર જ જ્ઞાન થાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ પદાર્થો વગર જ તેવા પ્રકારનું માત્ર જ્ઞાન જ થાય છે. તેથી જ્ઞાનના વિષયભૂત બાહ્ય પદાર્થો નથી, અને જ્ઞાનસ્વરૂપ એવું બ્રહ્મ જ સત્ય છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે – ચોપાઇ - साधक छइ सविकल्प प्रमाण, तेणि सामान्य-विशेष मंडाण । निरविकल्प तो निजरुचि मात्र, अंशइ श्रुति निर्वाहिं यात्र ।।६६।। ગાથાર્થ : સાધક એવું સવિકલ્પજ્ઞાન પ્રમાણ છે, તેનાથી સાધક એવા સવિકલ્પજ્ઞાનથી, સામાન્ય-વિશેષનું મંડાણ થાય છે. (અને તે રીતે જગત ત્રિલક્ષણરૂપ છે, એમ સિદ્ધ થાય છે.) ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે સાધક સવિકલ્પજ્ઞાનને અમે પ્રમાણ કહેતા નથી, પરંતુ નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણ કહીએ છીએ, તેથી કહે છે – ગાથાર્થ : નિર્વિકલ્પ તો નિજ રુચિમાત્ર છે=નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણ છે એમ કહેવું, તે પોતાની રુચિમાત્ર છે. (વસ્તુતઃ યુક્તિરૂપ નથી.). ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણ કહેનાર શ્રુતિ છે, માટે શ્રુતિથી નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણરૂપે સિદ્ધ થશે; અને સવિકલ્પજ્ઞાનને પ્રમાણ તરીકે અમે નહિ સ્વીકારીએ, તેથી જગત ત્રિલક્ષણરૂપ સિદ્ધ નહિ થાય. તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે – s-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy