SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૧ બાલાવબોધ : _ए तो आत्मानो स्वभाव जो संसारिदशाइ अशुद्ध, सिद्धदशाइ शुद्ध, इम शुद्धाशुद्ध स्याद्वादप्रमाणइ करी मानिइ तो सर्व दाव मुक्तिशास्त्रनो पावइ, पणि एकांतवादइ तो कांइ न मिलइ; विरोध परिहरइ छइ- कालनइ भेदथी विरोध नइ, जेमाटइ एक ज भूतल घटकालइ घटवत्स्वभाव छड़, अन्यकालइ अघटस्वभाव छइ, इम शुद्धाशुद्धोभयस्वभाव कालभेदइ मानतां विरोध नथी, अन्यनइ जे भावाभावसंबंध घटक ते ज अह्मारइ शबलस्वभाव छै ।।६०।। અનુવાદ :તો માત્માનો...... વનમિત્ત-આ રીતે પૂર્વગાથા-૫૯માં બતાવ્યું એ રીતે, આત્માનો સ્વભાવ જો સંસારીદશામાં અશુદ્ધ અને સિદ્ધદશામાં શુદ્ધ, એ પ્રકારે શુદ્ધાશુદ્ધરૂપ સ્યાદ્વાદને પ્રમાણ કરીને માનીએ, તો મુક્તિશાસ્ત્રના સર્વ દાવો પ્રાપ્ત થાય=મુક્તિશાસ્ત્રની સર્વ વાતો સંગત થાય. પરંતુ એકાંતવાદમાં તો=આત્મા એકાંતે શુદ્ધ છે એ પ્રકારના વાદમાં તો, મુક્તિશાસ્ત્રની વાતો કાંઈ મળે નહિ. વિરોધ પરિદરડુ છઠ્ઠ - આત્માને શુદ્ધ-અશુદ્ધરૂપ સ્વીકારવામાં પરસ્પર વિરોધ દેખાય, કેમ કે જો આત્માને શુદ્ધ કહીએ તો અશુદ્ધ ન હોય, અને અશુદ્ધ કહીએ તો શુદ્ધ ન હોય, તેથી એક જ વસ્તુને શુદ્ધાશુદ્ધ સ્વીકારવામાં પરસ્પર વિરોધ દેખાય છે, તે વિરોધનો પરિહાર કરતાં કહે છે - વનિન.....વિરોઘ નથી, - કાળના ભેદથી વિરોધ નથી. જેમ એક જ ભૂતલ, ઘટના વિદ્યમાનકાળમાં ઘટવત્ સ્વભાવવાળો છે અને અન્યકાળમાંsઘટના અવિદ્યમાનકાળમાં, અઘટસ્વભાવવાળો છે, એ રીતે આત્મામાં પણ શુદ્ધ-અશુદ્ધ ઉભય સ્વભાવ કાળભેદે માનવામાં વિરોધ નથી. ભાવાર્થ : સાધના પૂર્વે જીવ સંસારીદશામાં અશુદ્ધ સ્વભાવવાળો છે, અને સાધના કરીને જ્યારે કર્મરહિત બને છે ત્યારે શુદ્ધ સ્વભાવવાળો છે. આ રીતે પૂર્વકાળમાં અશુદ્ધ અને પશ્ચાત્કાળમાં શુદ્ધસ્વભાવવાળો આત્મા માનવામાં કોઈ વિરોધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy