SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ફ ‘વિષયઉપરાગનિવેશ’ મુખની લાલિમાસ્થાનીય છે, ‘પુરુષઉપરાગનિવેશ’ મુખસ્થાનીય છે અને વ્યાપારાવેશ બિબચલનના ઉલ્લાસ= ભાન, સ્થાનીય છે. બાલાવબોધ : तिवारइ ३ प्रकार थाइ छड़ ते देषाडड़ छड़ दृष्टांत - जिम दरपणि कहितां आरीसइ मुख दीसइ १, ते मुखनी लालिम - रक्तता दीसइ २, दरपण चलनाई बिंबना चलननो उल्लास होइ ३, तिम ते बुद्धिं चित्प्रतिबिंबइ घटादि विषयोपराग, अहं ए पुरुषोपराग, क्रियारूप व्यापारावेश होड़ । ।४७ ॥ અનુવાદ : ૧૧૯ તિવારઽ.....હોર્ ||૪૭ 11 - ત્યારે=બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તે વખતે, ત્રણ પ્રકાર થાય છે. તે દૃષ્ટાંતથી બતાવે છે - જેમ (૧) દર્પણમાં મુખ દેખાય છે, (૨) તે મુખની લાલિમ=રક્તતા, અર્થાત્ લાવણ્ય દેખાય છે અને (૩) દર્પણના ચલનથી દર્પણમાં પ્રતિબિંબિત મુખચલનનો ભાસ થાય છે; તેમ તે બુદ્ધિમાં ચેતનાના પ્રતિબિંબથી મુખના લાવણ્યના સ્થાને ઘટાદિ વિષયઉપરાગ છે; અને દર્પણમાં મુખ દેખાય છે તસ્થાનીય ‘અહં’ એ પ્રકારનો પુરુષઉપરાગ છે અર્થાત્ દર્પણમાં દેખાતું મુખ એ જેમ હું છું, તેમ બુદ્ધિમાં પ્રતિબિંબિત એવો આત્મા એ હું છું, એ પ્રકારનો જે ભ્રમ છે તે પુરુષઉપરાગ છે; અને દર્પણના ચલનથી જેમ મુખનું ચલન દેખાય છે, તેમ બુદ્ધિના વ્યાપારાવેશથી પુરુષ ક્રિયા કરે છે તેવું ભાન થાય છે, તે ક્રિયા વ્યાપારાવેશ છે. II૪૭ની Jain Education International વિશેષાર્થ : સાંખ્યમતે પુરુષ અકર્તા છે, પરંતુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ છે, તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, અને તેના કા૨ણે પ્રતિબિંબિત એવા પુરુષમાં ‘અહં’ એ પ્રકારનો વ્યવહાર થાય છે, એ પુરુષઉપરાગ છે; તેથી તે બુદ્ધિ પુરુષઉપરાગવાળી છે. (૧) જેમ બાળકને આરીસામાં પોતાનું મુખ દેખાય છે ત્યારે આ દેખાતું મુખ તે હું છું તેમ ભાસે છે, વાસ્તવિક તે મુખ હું નથી પણ મારું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy