SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સંદેશ (૧) ઉપદેશ જ આપે છે. જેમ મા પોતાના તમામ સંતાનો પચાવી શકે તેવો જ ખોરાક આપે છે. એ પક્ષપાત નથી કરતી. એવી જ રીતે સદ્ગુરુ શિષ્યને વિપરીત ઉપદેશ ક્યારે પણ નથી આપતા. ઘરમાં વ્યવહાર સારો રાખો જેમ વાંદરાના હાથમાં તલવાર ન અપાય તેમ બ્રહ્મ તો સૌ છે. છતાંય વાસના અને વિકારોથી છવાયેલાને એ બ્રહ્મ છે તેમ નહિ, પણ તે ભ્રમમાં છે તેમ કહી તેને પહેલાં તપ, વ્રત, કરવાનું કહેવાય. પાત્ર જીવને બ્રહ્મની વાત કહેવાય. અષ્ટાંગ યોગની વાત કરતા પહેલાં. ધ્યાન-યોગની પૂર્વ તૈયારીની વાત કરવી પડે. પોતાના ઘરમાં માણસો પ્રત્યેનો વ્યવહાર સુધારવો પડે. ગીતાઉપનિષદ વાંચ્યા હોય છતાં ઘરમાં સૌ પ્રત્યે વ્યવહાર સારો ન હોય તો વાંચેલું વ્યર્થ ગણાય. કોઈને દુઃખ આપીએ, પછી ધ્યાન કરવા બેસે તો ધ્યાન લાગે નહિ. સર્વદા સૌ સુખ થાઓ જેને આત્મ સાધના કરવી છે એ સૌ પ્રથમ સર્વ જીવોની ક્ષમા માંગે. તેની વાણીમાં કડવાશ ન હોય, ચાલવાથી કોઈ સૂક્ષ્મ જીવ ન મરે, વર્તનથી કોઇ જીવ દુભાય નહિ તેવું ધ્યાન રાખે. ધ્યાન એને કહેવાય કે જેમાં સતત ધ્યાન રાખવાનું હોય. સંયોગોથી બીજાને સુખ આપી ન શકાય તે હજુ ઠીક પણ બીજાનું સુખ જોઈ રાજી તો થવાયને ! મન, વાણી અને શરીરથી બીજાને દુઃખ ન અપાય તેવું કરો. દુઃખ વાવીને ધર્મનું ફળ મેળવી જ ન શકાય. ઘરમાં સૌની આંખમાં પ્રેમ હોય પણ ક્રોધની લાલાશ ક્યારેય ન હોય તે મહત્ત્વનું છે. જે ઘરમાં ફલેશ છે તે ઘરમાં સંપત્તિ નથી રહેતી. જ્ઞાની સંતોએ કહ્યું : “સર્વત્ર સુખિનઃ સંતુ’ એટલે કે સર્વદા સૌ સુખી થાઓ.” કોઇ બાકી ન રહ્યું. સૌ કોઈ એટલે કે પ્રાણી માત્ર આવી ગયા. આમનાથી ધ્યાન થઈ શકે નહિ માણસની જીભ તલવારની ધાર જેવી છે, એ કડવું, કઠોર અને ઝેરીલું બોલે છે. એવું નહિ પણ સાંભળનારનું પ્રિય અને હિત થાય તેવું સત્ય બોલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy