SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૪) ભાગવતનો સંદેશ દેખાય છે. કવિ નામના મહાત્મા કહે છે : “પ્રાણી માત્રમાં ભગવાન છે તેવું બોલાય છે પણ તેવું દેખાવું, અનુભવાવું જોઇએ. વિશ્વ પ્રભુની કાયા તુલસીદાસજીએ અનુભવ કર્યા પછી કહ્યું: ‘સીયારામ મય સબ જગ જાની.” સ્ત્રી નહિ-પુરુષ નહિ, પશુ નહિ-પક્ષી નહીં, પહાડ નહિ, નદી નહિ, જે છે તે ભગવાન જ છે. મીરાંને એક માત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ દેખાતા બાકી સૌમાં ગોપીઓ જ દેખાતી હતી. મહાત્મા કવિએ કહ્યું: ‘તમને પદાર્થો, અને વ્યક્તિઓ દેખાય છે પણ અમને તો સર્વત્ર ભગવાન જ દેખાય છે. વળી કહ્યું : આ વિશ્વ નથી રે માયા, વિશ્વ પ્રભુની કાયા.' આ ભગવદ્ ભાવ છે, પરા ભક્તિ છે. આ ભાવ આવ્યા પછી સાધક જેમને જુએ છે એમને વંદે છે. નરસિંહ મહેતા એ કહ્યું : “સકળ લોકમાં સહુને વંદે.’ આ અનુભવ પૂર્ણ છે. પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ અધૂરી વાત છે પણ જે છે તે એ જ છે, જે છે તે બ્રહ્મ છે- ભગવાન છે પરમાત્મા છે એ પૂરી વાત છે. આ માત્ર બોલવાનું નહિ પણ અનુભવવાનું છે. સર્વમાં ભગવાન જુઓ - સંત નામદેવ થાળીમાં રોટલી મૂકી જમવા બેસવાની તૈયાર કરતા હતા. ત્યાં જ બહારથી એક કૂતરું આવ્યું અને થાળીમાં પડેલી રોટલી મોમાં લઈને બહાર દોડ્યું. નામદેવે જોયું. એ ઘીની વાટકી લઈને પાછળ દોડ્યા. અને બોલવા માંડ્યા કે “પ્રભુ ઊભા રહો રોટલી લૂખી છે. એ ખાશો તો પેટમાં દુઃખશે માટે મને ઘી ચોપડવા દો.” પ્રત્યેકમાં ભગવાન જોવા તે આનું નામ. તુષ્ટિ, પુષ્ટિ અને સુધા-નિવૃત્તિ ત્રણે પરિણામ સાથે આવે છે આ અવસ્થામાં. ભગવાનના પૂજારી બનો ભગવાનના શરણે જવાય એ ભક્તિ થઇ ગણાય. એવાને તો ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જ રહે છે. એ ખરેખર ભગવાનનો સાચો પૂજારી છે. પૂજારીને પ્રભુ પ્રત્યે પ્રેમ હોય જ અને પરમાત્માના પ્રેમ-સ્વરૂપનો અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy