SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) સમતાવાન ભરતજી દુઃખ સમતાથી ભોગવી લેવા જેવું છે ગમે તેટલું દુઃખ પડે તે ભોગવી લેવા જેવું છે. કારણ જે કર્મો ક્ય છે. એટલું સુખ-દુઃખ આ શરીરથી ભોગવવું જ પડશે, તેમાં કશો ફેરફાર નહિ થાય. જે ક્ષણે નક્કી કરેલ સુખ-દુઃખ પૂરાં થશે, લેણ દેણ પૂરી થશે, તે જ ક્ષણે માણસે એનું શરીર છોડવાનું છે. સમય મર્યાદા પૂરી થતાં કર્મ-તંત્ર એક ક્ષણ પણ વધુ અહીં રહેવા દેતું નથી. અને ત્યારે કોઈ પણ કાળ હોય- સવાર, બપોર કે સાંજ હોય, કોઈ પણ ઋતુ હોય-શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય મૃત્યુ કિશાની રાહ નહિ જુએ. એ તો એ જ ક્ષણે લઇ જશે. ખરી વાત આવી છે માટે માણસે સુખ છકી ગયા વિના ભોગવવું અને દુઃખ સમતાથી ભોગવવું. આપઘાત કરવાથી પણ દુઃખથી છૂટાતું નથી. વળી તેમ કરવાથી નવો દેહ અને જૂનાં કર્મો, એવું જ થશે. એ દેહથી બાકી રહેલાં કર્મો ભોગવવાં જ પડશે એમાં કોઈ પણ રીતે છૂટકારો થવાનો નથી. માટે તો કુદરત કહે છે કે સંયોગો સામે, દુઃખો સામે લડવા જેવું નથી. પૂરું લડી શકાશે નહિ અને લડતાં, લડતાં મરી જવાશે તો કૂતરાનો અવતાર મળવા સંભવ છે. અંદરથી મહાજ્ઞાની ભરતજી ભરતજી ગંડકી નદીના પાણીમાં શરીર ડૂબાડી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં વિચારે છે કે હવે આ દેહને જવું હોય તો જાય, અને જીવાય તો ભલે . જે થવાનું હોય તે ભલે થાય. તેઓ મરણ પામીને બીજા જન્મમાં બ્રાહ્મણનત્યાં જન્મ્યા. બ્રાહ્મણ શરીરમાં પણ જાતિસ્મરણ તો રહ્યું જ. હરક્ષણે તેમને હરણના બચ્ચા ઉપરની આસક્તિ યાદ આવતી. તેથી તેઓ મૌન થઈ જઈ પરમાત્મ સ્મરણમાં ડૂબી જતા. એ બોલતા નહિ તેથી લોકોએ તેમનું નામ ‘જડભરત’ પાડ્યું. ઉપરથી તે જડ જેવા, પાગલ જેવા, બહેરા જેવા દેખાતા હતા પણ અંદરથી મહાજ્ઞાની હતા. તેમના પિતાએ એમને ભણાવવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy