SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૮૩ દેશ્ય વસ્તુ છે, તે વસ્તુનો પાછળનો અને મધ્યનો ભાગ, આગળના ભાગથી અંતરિત-આવરિત હોવાથી જણાતા નથી, એટલે તે પણ અવિદ્યમાન છે. વળી આગળનો ભાગ અવયવવાળો હોવાથી, તે ભાગ પણ બીજા આગળના ભાગથી અંતરિત છે, એ ભાગ પણ વળી બીજા આગળના ભાગથી અંતરિત છે, એ પ્રમાણે છેક આગળનો ભાગ પરમાણુના પ્રતરરૂપ અતિસૂમ હોવાથી નથી જણાતો. આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયે પાછળનો ભાગ અને સર્વની આગળનો ભાગ, એ ઉભય ભાગ જણાતા ન હોવાથી સર્વ વસ્તુ સમૂહની ઉપલબ્ધિ નથી થતી, માટે સર્વ જગત શૂન્ય છે. ૧૯૯૫ થી ૧૬૯૬. એ પ્રમાણે વ્યક્તિના હૃદયગત સંશયને યુક્તિપૂર્વક બતાવીને શ્રીમાનું મહાવીર દેવ તેના સંશયનો છેદ કરવા કહે છે કે - मा कुरु वियत्त ! संसयमसइ न संसयसमुभवो जुत्तो । खकुसुम-खरसिंगेसु व, जुत्तो सो थाणु-पुरिसेसु ॥१६९७॥ को वा विसेसहेऊ सवाभावेऽवि थाणु-पुरिसेसु । संका न खपुष्पाइसु विवज्जओ वा कहं न भवे ? ॥१६९८।। पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धिरत्थाणं । सब्बप्पमाणविसयाभावे किह संसओ जुत्तो ? ॥१६९९।। जं संसयादओ नाणपज्जया तं च नेयसंबद्धं । ... सब्बन्नेयाभावे न संसओ तेण ते जुत्तो ॥१७००॥ संति च्चिय ते भावा संसयओ सोम्म ! थाणु-पुरिस व्व । अह दिटुंतमसिद्ध मण्णसि नणु संसयाभावो ॥१७०१॥ હે વ્યક્ત ! ભૂતોનો અભાવ માનીને સંશય ન કર. કેમકે તેનો અભાવ હોય તો આકાશપુષ્પ અને ખરશૃંગની જેમ સંશય ન થાય, પણ અભાવનો જ નિશ્ચય થાય. જે વિદ્યમાન હોય તેનો જ સ્થાણુ અને પુરૂષની જેમ સંશય થવો યોગ્ય છે. અથવા સર્વના અભાવમાં સર્વશૂન્યતામાં પણ સ્થાણુઆદિમાં સંશય થાય છે અને આકાશપુષ્પાદિમાં નથી થતો, એમાં વિશેષ હેતુ કયો છે ? કેમકે વિશેષ હેતુના અભાવે તો સર્વત્ર સંશય થવો જોઈએ. અથવા નિયામકના અભાવે વિપર્યય થવો જોઈએ (આકાશપુષ્પાદિમાં સંશય થાય, અને સ્થાણુઆદિમાં ન થાય એ વિપર્યય) વળી પ્રત્યક્ષ-અનુમાન-અને આગમ પ્રમાણોથી જ્યારે પદાર્થોની પ્રસિદ્ધિ થાય, ત્યારે કોઈ વખત વસ્તુમાં સંશય થાય પણ જ્યારે સર્વ પ્રમાણ અને તેના વિષયનો અભાવ હોય, ત્યારે ક્યાંથી સંશય થાય ? કેમકે સંશય-વિપર્યય-અનધ્યવસાય-નિર્ણય-એ જ્ઞાનના પર્યાય છે, અને તે શેયની સાથે સંબંધવાળા હોય છે, જ્યારે સર્વશૂન્યતા માનવામાં આવે, ત્યારે શેયનો પણ અભાવ થાય છે. એટલે તારો તે સંશય યુકત નથી. હે સૌમ્ય ! (તને જેનો સંશય છે.) તે ભાવો વિદ્યમાન છે, કારણ કે તને તે સંબંધી સંશય થાય છે. જેનો સંશય થાય, તે વસ્તુ સ્થાણુ-પુરૂષ આદિની જેમ વિદ્યમાન હોય છે. જે વસ્તુ આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોય છે, તે વસ્તુમાં સંશય નથી થતો, આમાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy