SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨] ત્રીજા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આત્મા ક્ષણભંગુર છતાં પણ વિજ્ઞાન-સંતતિના સામર્થ્યથી પૂર્વવૃત્તાન્ત સંભારે છે, કેમકે ક્ષણસંતાન હંમેશાં અવસ્થિત હોય છે. એમ કહેવામાં આવે. તો તેના ઉત્તરમાં કહેવાનું કે એમ માનવાથી પણ જ્ઞાનરૂપ સંતાનનો આગળના શરીરમાં સંક્રમ થવાથી ભવાન્તરમાં પણ તેનો સદ્ભાવ સિદ્ધ થાય છે, અને સર્વ શરીરોથી વિજ્ઞાન-સંતાન અર્થાન્તરપણે સિદ્ધ થાય છે, તેથી અવિચ્છિન્ન વિજ્ઞાનસંતાનાત્મક આત્મા શરીરથી ભિન્ન છે, એમ સિદ્ધ થાય છે. ૧૬૭૧-૧૬૭ર. એ પ્રમાણે પરભવની અપેક્ષાએ સ્મરણથી આત્માનો અવિનાશ ભાવ જણાવ્યો. હવે આ ભવની અપેક્ષાએ તેનો અવિનાશભાવ કહે છે. અથવા તો તે ક્ષણિકજ નથી, એમ જણાવવા કહે છે. न य सव्वहेव खणिअं नाणं पुब्वोवलद्धसरणाओ । खणिओ न सर भूयं जह जम्माणंतरविनट्टो || १६७३ ।। जस्सेगमेगबंधणमेगंतेण खणियं च विण्णाण । सव्वखणियविण्णाणं तरसाजुत्तं कदाचिदवि ॥ १६७४ ।। जं सविसयनिययं चिय जम्माणंतरहयं च तं किह णु । नाहिति सुबहु विण्णाणविसयखणभंगयाईणि ? ।।१६७५ ।। પૂર્વે જાણેલ અર્થનું સ્મરણ થાય છે, તેથી જ્ઞાન સર્વથા ક્ષણિક નથી, કેમકે જે ક્ષણિક હોય તે ઉત્પન્ન થયા પછી તરત જ નાશ પામે છે, તેથી પૂર્વોપલબ્ધ અર્થનું સ્મરણ તેને થતું નથી. જે એક એટલે બીજા ક્ષણની સહાય વિનાનું જ્ઞાન છે, તેને સર્વકાલનું ક્ષણિકવિજ્ઞાન થવું અથવા કહેવું તે સર્વથા અયોગ્ય છે. કેમકે તે એક આલંબનવાળું છે અને એકાન્તે ક્ષણિક છે. વળી સ્વવિષય નિયત એવું જે પ્રમાતાનું જ્ઞાન છે, તે ઉત્પન્ન થયા પછી તરત જ નાશ પામેલું હોય છે, તેથી વિવિધ વિષયક વિજ્ઞાનના ક્ષણભંગુરઆદિ ધર્મો કેવી રીતે જાણી શકે ? ન જાણી શકે. ૧૬૭૩-૧૬૭૪-૧૬૭૫. જ્ઞાન સર્વથા ક્ષણિક છે, એમ ન કહી શકાય, (કથંચિત્ ક્ષણિક કહેવાય) જ્ઞાન શા કારણથી ક્ષણિક નથી ? તેના ઉત્તરમાં કહેવાનું કે પૂર્વે બાલ્યાકાલાદિમાં જાણેલ અર્થનું વૃદ્ધાવસ્થાદિ કાળમાં સ્મરણ થાય છે. તેથી જો જ્ઞાન એકાન્તે ક્ષણિક હોય, તો એ પ્રમાણે સ્મરણ ન થાય. જે એકાંતે ક્ષણિક હોય છે, તે ઉત્પન્ન થયા પછી તરત નાશ પામે છે, તેથી તેને અતીત અર્થનું સ્મરણ નથી થતું, એ રીતે જ્ઞાનને ક્ષણિક માનવાથી સ્મરણનો સર્વથા અભાવ થાય. “વિજ્ઞાનાંતત્તય: સત્ત્વા: એક વિજ્ઞાનસંતતિવાળા જીવો છે” એ વાક્યથી ક્ષણિકવાદી બૌદ્ધોનું એક-અસહાયવાળું જે જ્ઞાન, તે “સર્વપિ વસ્તુ ાળિ” સર્વ વસ્તુ ક્ષણિક છે, એ પ્રમાણે સર્વ વિષયને જણાવનાર કે જાણનાર કદિ પણ થઈ શકે નહિ, છતાં બૌદ્ધો સર્વ ક્ષણિકતાવાળું વિજ્ઞાન માને છે. તેઓ કહે છે કે “ચત્ સત્ તત્ સર્વ કળિ કંઈ વિદ્યમાન છે, તે સર્વ ક્ષણિક છે.’’ તથા મળિા: સર્વસંતિાઃ સર્વ સંસ્કારો ક્ષણિક છે. આ પ્રમાણે ક્ષણિકતાગ્રાહી જ્ઞાન એકત્વમાં સંભવે નહિ. કેમકે જો ત્રિભુવાન્તર્ગત સર્વ પર્થો સન્મુખ રહીને તેવું જ્ઞાન કોઈ ઉત્પન્ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy