SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મૂલભાષ્ય-અવશેષ ગાથા [૫૮૧ આહારક શરીરના સંઘાત અને પરિપાટ એકેક સમય હોય છે અને સંઘાતપરિશાદરૂપ ઉભય જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ણ સમયના જ હોય છે. સંઘાત અને (સંઘાત-પરિપાટ) ઉભયનું અંતર જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન અપાઈપુદ્ગલપરાવર્તનું છે. ૧૭૦ થી ૧૭૧. (તૈજસ અને કાર્પણ અનાદિપ્રવાહવાળા હોવાથી તેનો એકલો સંઘાત કોઈનો ન હોય, પણ ભવ્ય જીવોને શેલેષીનો પરિશાટ છેલ્લા સમયમાં હોય છે. તૈજસનો (સંઘાત-પરિશાટ) ઉભય અનાદિ-અનંત છે, કેટલાક ભવ્યોને અનાદિ-સાંત છે. તૈજસ અને કાર્પણ અનાદિના હોવાથી તથા સર્વથા જતા ન હોવાથી તે બન્નેના સંઘાતાદિને આંતરૂં નથી. ૧૭૨ થી ૧૭૩) अहवा संघाओ १ साडणं च २ उभयं ३ तहोभयनिसेहो ४ । पड १ संख २ सगड ३ थूणा ४ जीवपआगे जहासंखं ॥१७४॥ અથવા જીવપ્રયોગકરણ ચાર પ્રકારે છે. જેમ વસ્ત્રમાં તાંતણા એકઠા કરવારૂપ સંઘાત છે અને શંખમાં છોલવારૂપ પરિપાટ છે, ગાડી બનાવતાં એકઠું કરવાનું તે છોડવાનું કહેવાય છે. સામાન્ય ચીજ આઘીપાછી કરવામાં અનુભયકરણ છે, એવી રીતે દ્રવ્યકરણ પૂર્ણ થયું. ૧૭૪. उप्पन्नाणुप्पन्नं कयाकयं इत्थ जह नमुक्कारे दा०१॥ केणंति अत्थओ तं जिणेहिं सुत्तं गणहरेहिं (दा०) ॥१७५॥ સામાયિકમાં ઉત્પન્ન-અનુત્પન્ન એટલે કરવાપણું અને નહીં કરવાપણું નમસ્કાર સૂત્રની જેમ જાણવું, સામાયિક અર્થથી તીર્થકરોએ અને સૂત્રથી ગણધરોએ કહ્યું છે. ૧૭પ. तं केसु कीरई तत्थ नेगमो भणइ इट्ठदब्बेसु । सेसाणं सब्बदव्वेसु पज्जवेसु न सब्बेसुं ॥१७६॥ નૈગમનય કહે છે કે મનોજ્ઞ શયનાસન આદિમાં સામાયિક પ્રાપ્ત થાય અને બાકીના સર્વનયોના મતે સર્વ દ્રવ્યમાં સામાયિક છે પણ સર્વ પર્યાયોમાં નથી. ૧૭૬. काहु ? उदिढे नेगम उवट्ठिए संगहो अ ववहारो । उज्जुसुओ अक्कमंते सद्दु समत्तंमि उवउत्तो ।।१७७॥ ઉપદેશ કહેવાય ત્યારે સામાયિકપણું હોય, એમ નૈગમનય માને છે સંગ્રહ અને વ્યવહારનય વાંચના માટે તૈયાર થાય ત્યારે સામાયિક માને છે, જુસૂત્રનય ભણે ત્યારે સામાયિક પ્રાપ્ત થાય તેમ માને છે, વૃદ્ધો તો કહે છે કે સમાપ્તિ કરે અથવા કરતા ઉપયોગ વગરનો હોય તો પણ સામાયિકનો લાભ ઋજુસૂત્રનયમાં હોય છે, શબ્દનય તો સામાયિકના યોગને સામાયિક માને છે. ૧૭૭ (આલોયણ વગેરે કરવા, ક્ષેત્ર મેળવવું, નિયમિત દિશા સામે રહેવું. સારા નક્ષત્રો, પ્રિય-ધર્માદિ ગુણો અને ગુરૂભગવંતના આદેશને પ્રાપ્ત કરવા વગેરે આઠ પ્રકારે સામાયિક કરવાનું કહ્યું છે. ૧૭૮) पव्वज्जाए जुग्गं तावइ आलोअणं गिहत्थेसुं ।। उवसंपयाइ साहुसु सुत्ते अत्थे तदुभए अ (प०१) ॥१७९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy