SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મૂલભાષ્ય-અવશેષ ગાથા [૫૭૯ ओरालियाइआई ओहेणिअरं पओगओ जमिह । निप्फण्णा निप्फज्जइ आइल्लाणं च तं तिण्हं ॥१५९॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, તેમ જ ભાવ એમ કરણનો નિક્ષેપો છ પ્રકારે થાય છે. જ્ઞ અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત કરણ બે પ્રકારે છે, એક તો સંજ્ઞાકરણ કે જેનું દુનિયામાં કરણ એવું નામ હોય અને જેનો કરણ એવો અર્થ પણ હોય, જેમ કટકરણ વગેરે. અને બીજાં નોસંજ્ઞાકરણ બે પ્રકારે છે. એક પ્રયોગથી અને એક સ્વભાવથી. તેમાં સ્વભાવથી કરણ બે પ્રકારે છે. અનાદિ અને સાદિ. ધર્માસ્તિકાયાદિકનું જે સ્વભાવથી કરણ (મળીને રહેવું) તેને અનાદિકરણ કહેવાય છે, અને બીજી વસ્તુના યોગે સાદિકરણપણું છે. તેવી જ રીતે પુગલોનું સાદિકરણ બે પ્રકારે છે. તે ચાક્ષુષ અને અચાક્ષુષ. જે અભ્રાદિકની જેમ ચક્ષુથી દેખી શકાય, તે ચાક્ષુષ કહેવાય. જેને પરિણામે દેખી શકાય નહીં તે અચાક્ષુષ કહેવાય. સંઘાત, ભેદ અને તે બન્નેના (સંઘાત ભેદ) સમૂહ જે ઈન્દ્રધનુષ્યાદિ બને છે તેને ચાક્ષુષકરણ કહેવાય અને બે પરમાણુ આદિના સંયોગ વડે બને તેને અચાક્ષુષકરણ કહેવાય. આ અચાક્ષુષકરણ છદ્મસ્થજીવની અપેક્ષાએ સમજવું. એવી જ રીતે વિશ્રાપ્રયોગે કરણ કહ્યું છે. ૧૫ર થી ૧૫૫. હવે પ્રયોગકરણ કહે છે. પ્રયોગકરણના બે ભેદ છે, જીવપ્રયોગકરણ અને અજીવપ્રયોગકરણ. વસ્ત્રાદિકના વર્ણાદિકનો ફેરફાર થાય તેને અજીવપ્રયોગકરણ કહેવાય. કેમકે જીવના પ્રયોગથી પણ જે અજીવ પદાર્થોમાં વર્ણાદિ અને ક્રિયાદિ કરવામાં આવે તેને અજીવપ્રયોગકરણ કહેવાય છે. જીવપ્રયોગકરણના બે ભેદ છે, (૧) મૂલજીવપ્રયોગકરણ (૨) ઉત્તરજીવપ્રયોગકરણ. મૂલજીવપ્રયોગકરણમાં ઔદારિકાદિક પાંચેય શરીરની ઉત્પત્તિ ગણાય છે, ઔદારિકાદિક શરીરમાં અંગોપાંગાદિક કરવામાં આવે અગર કરેલા હોય તેને ઉત્તરજીવપ્રયોગકરણ કહેવાય છે; તે અંગોપાંગ ઔદારિક, વૈક્રિય, અને આહારક એ ત્રણ શરીરને જ હોય છે. ૧૫૬ થી ૧૫૯. सीस १ मुरो २ अर ३ पिट्टी ४ दो बाहू ६ ऊरुआ य ८ अटुंगा । अंगुलिमाइ उवंगा अंगोवंगाणि सेसाणि ॥१६०।। केसाईउवरयणं उरालविउब्बि उत्तरं करणं । ओरालिए विसेसो कन्नाइविणट्ठसंठवणं ॥१६१।। आइल्लाणं तिण्ह संघाओ साडणं तदुभयं च । तेआकम्मे संघायसाडणं साडणं वावि ॥१६२॥ માથું, છાતી, પેટ, પીઠ, બે ભુજા અને બે સાથળ, એ આઠને અંગ કહેવાય છે અને આંગળી વગેરેને ઉપાંગ કહેવાય છે. બાકીના બધાને અંગોપાંગ કહેવાય છે. કેશાદિકનો સંસ્કાર કરવો તેને ઔદારિક અને વૈક્રિયઉત્તરકરણ કહેવાય છે, અથવા ઔદારિક શરીરનાં કર્ણ આદિક નાશ પામેલા અંગોપાંગને તૈયાર કરવા તેને પણ ઉત્તરકરણ કહેવાય છે. ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરમાં સંઘાત, શાટન અને ઉભય-એ ત્રણ કરણ હોય છે. તૈજસ અને કાર્મણ શરીરમાં સંઘાત અને શાટન હોય અથવા એકલું શાટન હોય. ૧૬૦ થી ૧૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy