SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ સિકો. પ૭૬] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જે નિદ્વવાદિકનું પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન, દેશનિકાલ વગેરે ક્ષેત્રપ્રત્યાખ્યાન, ભિક્ષા વગેરે નહીં આપવામાં અદિત્સા ન આપવાની ઈચ્છા જણાવવી તે કાલપ્રત્યાખ્યાન, અને ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. ૧૦પર. सुअ णोसुअ सुअ दुविहं पुब्ब १ मपुव्वं २ तु होइ नायबं । नोसुअपच्चखाणं मूले १ तह उत्तरगुणे अ २ ॥१०५३॥ जावदवधारणमि जीवणमवि पाणधारणे भणिअं। आपाणधारणाओ पावनिवित्ती इहं अत्थो ॥१०५४॥ એક શ્રુતપચ્ચખાણ અને એક નોડ્યુતપચ્ચકખાણ છે. તેમાં શ્રુતપચ્ચકખાણના બે ભેદ છે :પૂર્વશ્રુતપચ્ચકખાણ અને અપૂર્વશ્રુતપચ્ચખાણ. આતુર-પ્રત્યાખ્યાનાદિ નોડ્યુતપચ્ચકખાણ બે પ્રકારે છે. મૂલગુણપચ્ચકખાણ અને ઉત્તરગુણપચ્ચકખાણ. કરેમિ ભંતે ! સૂત્રમાં જે “જાવજીવાએ.' પદ છે તેમાં ‘યાવતુ' શબ્દ મર્યાદા અર્થમાં છે અને જીવ શબ્દ પ્રાણ-ધારણ અર્થમાં કહેલ છે; એટલે પ્રાણ-ધારણ સુધી પાપની નિવૃત્તિ એવો અર્થ થાય છે. ૧૦૫૩ થી ૧૦૫૪. नामं १ ठवणा २ दविए ३ ओहे ४ भव ५ तब्भवे अ६ भोगे अ ७ । संजम ८ जस ९ कित्तीजीविरं च १० तं भण्णई दसहा ॥१०५५॥ सामाइअं करेमि पच्चक्खामि पडिक्कमामित्ति । पच्चुप्पन्नमणागयअईअकालाण गइणं तु ॥१०५७॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તદ્ભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિથી જીવિત (જીવ)ના દશ પ્રકારે નિક્ષેપા થાય છે. “સામાયિક કરૂં છું’ એ વર્તમાન કાલનું, “સાવધયોગનાં પચ્ચકખાણ કરું ' એ અનાગતકાલનું અને પડિક્કામું ' વગેરે અતીતકાલનું ગ્રહણ કરે છે. ૧૦૫૭. दव्बंमि निण्हगाई कुलालमिच्छंति तत्थुदाहरणं । भावंमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥१०५९।। નિદ્વવાદિકના મિચ્છામિદુક્કડં તેમ જ કુંભારના મિચ્છામિદુક્કડનું ઉદાહરણ તે દ્રવ્યમિચ્છામિદુક્કડ સમજવું. મિચ્છામિદુક્કડના ઉપયોગવાળો જીવ તે ભાવ- મિચ્છામિ દુક્કડં કહેવાય, તેમાં મૃગાવતીનું ઉદાહરણ જાણવું. ૧૦૫૯. सचरित्तपच्छयावो निंदा तीए चउक्कनिनेवो । दब्बे चित्तयरसुआ भावेसु बहु उदाहरणा ॥१०६०।। પોતાના વર્તનનો પશ્ચાત્તાપ કરવો તેને નિંદા કહેવાય. અને તેના નામાદિક ચાર નિક્ષેપ જાણવા. રાજાની પટરાણી થયા છતાં પણ પહેલાંના જુનાં લુગડાં પહેરીને આત્માની નિંદા કરનારી ચિત્રકારની પુત્રી તે દ્રવ્યનિંદાનું ઉદાહરણ છે. અને ભાવનિંદામાં ઘણા ઉદાહરણો કહ્યા છે. ૧૦૬૦ गरहावि तहाजाईअमेव नवरं परप्पगासणया । दब्बंमि मरुअनायं भावेसु बहू उदाहरणा ॥१०६१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy