SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पावंति जहा पारं, सम्मं निज्जामया समुदस्स । भवजलहिस्स जिणिंदा, तहेव जम्हा अओ अरिहा ॥९१२॥ मिच्छत्तकालियावायविरहिए सम्मत्तगज्जवपवाए । एगसमएण पत्ता, सिद्धिवसहिपट्टणं पोया ॥९१३॥ निज्जामगरयणाणं अमूढनाणमइकण्णधाराणं । वंदामि विणयपणओ तिविहेण तिदंडविरयाणं ॥९१४॥ पालंति जहा गावो अहिसावयाइदुग्गेहिं । पउरतणयाणिआणि अ वणाणि पावंति तह चेव ॥९१५।। जीवनिकाया गावो जं ते पालंति ते महागोवा । मरणाइमया उ जिणा निव्वाणवणं च पावंति ।।९१६॥ तो उवगारित्तणओ नमोऽरिहा भविअजीवलोगस्स । सबस्सेह जिणिंदा लोगुत्तमभावओ तह य ॥९१७॥ જેવી રીતે નિર્ધામકો (ખલાસી) વેપારીઓને સમુદ્રનો પાર પમાડે છે, તેવી જ રીતે સંસારરૂપી સમુદ્રનો પાર પમાડનાર શ્રી જિનેશ્વરદેવ સાચા નિર્ધામક કહેવાય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાતવાયુ જેને લાગ્યો નથી અને સમ્યકત્વરૂપી ગર્જવ વાતના વેગમાં ચાલી રહેલા જીવરૂપી પ્રવહણો એક જ સમયમાં સિદ્ધિ સ્થાનરૂપી નગરને પામે છે. યથાવસ્થિત જ્ઞાનવાલી જે મતિરૂપ કર્ણધાર યુક્ત તથા મન વચન કાયાના દંડથી વિરમેલા જીવોરૂપ નિર્ધામકમાં રત્ન સમાન એવા તીર્થકરોને વિનયપૂર્વક ત્રિવિધ ત્રિવિધ વંદના કરું . જેવી રીતે ગોવાલીયાઓ સર્વ વ્યાઘ્ર વગેરે દુષ્ટ જાનવરોથી ગાયોનું રક્ષણ કરે છે અને ઘણા ઘાસ તથા પાણીથી ભરપૂર વનમાં ચરવા માટે ગાયોને લઈ જાય છે, તેમ તીર્થંકરદેવો જીવના સમુદાયરૂપી ગાયોને મરણાદિ ભયથી બચાવે છે અને નિર્વાણરૂપી નગરને પમાડે છે, તેથી તેઓ તમામ ભવ્યજીવોને ઉપકારી છે અને તેમ હોવાથી અસાધારણ ભાવથી તીર્થકરો સર્વને નમસ્કાર કરવા લાયક છે. ૯૧૨ થી ૯૧૭. इंदियविसयकसाए परीसहे वेयणा उवस्सगे। एए अरिणो हंता अरिहंता तेण वुच्चंति ॥९१९॥ પાંચ ઇન્દ્રિયો, શબ્દાદિક વિષયો, ક્રોધાદિક કષાયો, સુધાદિ પરિષદો, શરીરાદિકની વેદના અને દેવતાદિકના ઉપસર્ગો રૂપ શત્રુઓને હણનાર હોવાથી અરિહંત કહેવાય છે. ૯૧૯. अट्ठविहंपिय कम्मं अरिभूअं होइ सब्बजीवाणं । तं कम्ममरि हंता अरिहंता तेण वुच्चंति ।१९२०॥ अरिहंति वंदणनमंसणाई अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा अरहंता तेण वुच्चंति ॥९२१।। આઠેય પ્રકારનાં કર્મ જીવોને માટે શત્રુ જેવાં છે, તે કર્મરૂપી શત્રુને હણનાર હોવાથી તે અરિહંત કહેવાય છે. જેઓ વંદન અને નમસ્કારને લાયક છે, પૂજા અને સત્કારને યોગ્ય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy