SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સામાયિક' પદની વ્યાખ્યા. [૫૪૧ तद्देसापरिसेसं सब्बे असुरा जहा असियवण्णा । जह जोइसालया वा सब्बे किर तेउलेस्सागा ॥३४९०॥ जीवाजीवा सव्वं तं धत्ते तेण सबधत्त त्ति । सच्चे व सव्वधत्तासब् जमओ परं णंन्नं ॥३४९१॥ अह दब्बसबमेगं हब्बाधारं ति भिन्नमन्नेहिं । एगाणेगाधारोवयारभेएण चादेसं ॥३४९२॥ भिन्नमसेसं जमिहेगजाइविसयं ति सबधत्ताओ। भिन्ना य सब्बधता सव्वाधारो त्ति सव्वेसि ।।३४९३।। कम्मोदयस्सहावो सब्बो असुहो सुहो य ओदइओ । मोहोवसमसहावो सब्बो उवसामिओ भावो ॥३४९४॥ कम्मक्खयस्सहावो खइओ सबो य मीसओ मीसो । अह सव्वदव्बपरिणइरूवो परिणामिओ सब्बो ॥३४९५॥ अहिगयमसेससव् विसेसओ सेसयं जहाजोगं । गरहियमवज्जमुत्तं पावं सह तेण सावज्जं ॥३४९६।। ગાથાર્થ :- સામાયિક એટલે શું? સર્વ સાવઘયોગની વિરતિ તે સામાયિક. પતુ ને ઔણાદિક ર પ્રત્યય લગાડવાથી સર્વ શબ્દ બને છે, સર્વ વસ્તુ અર્થમાં છે. એ સર્વ કેટલા પ્રકારનું છે ? (એમ પૂછવામાં આવે તો) નામસર્વ, સ્થાપના સર્વ, દ્રવ્યસર્વ, આદેશસર્વ, નિરવશેષસર્વ, સર્વધzસર્વ અને સાતમું ભાવસર્વ, એમ સાત પ્રકારે સર્વ છે. તેમાં નામ અને સ્થાપના સર્વ સુગમ છે, અને જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસર્વનું સ્વરૂપ આ પ્રમાણે છે. અંગુલી આદિ દ્રવ્ય અથવા તેનો એક દેશ સંપૂર્ણ વિવક્ષાવડે કહેવામાં આવે ત્યારે સર્વ કહેવાય છે. અને અંગુલી તથા તેના એક દેશને અપરિપૂર્ણ વિવક્ષાથી કહેવામાં આવે ત્યારે “અસર્વ' કહેવાય છે. એ પ્રમાણે દ્રવ્યમાં અને તેના દેશમાં સર્વાસર્વનાં ચાર ભાંગા થાય છે. જેમકે, સંપૂર્ણ અંગુલીદ્રવ્ય એ દ્રવ્ય કહેવાય છે, તેનો જ એક દેશ તે અસર્વદ્રવ્ય કહેવાય છે; સંપૂર્ણ દ્રવ્ય દેશસર્વ કહેવાય છે અને પર્વનો એક દેશ તે દેશ - અસર્વ કહેવાય છે. એ પ્રમાણે દ્રવ્યસર્વનું સ્વરૂપ જાણવું. આદેશ એટલે ઉપચાર. તે ઉપચાર બહુ પ્રકારમાં, મુખ્યતામાં અને દેશમાં પણ સર્વપણે પ્રવર્તે છે, જેમકે ગ્રહણ કરેલા ભોજનમાંથી ઘણે ભાગે ખાધું હોય અને કેટલુંક અવશેષ હોય, તો “આણે સર્વ ભોજન ખાધું” એક કહેવાય છે. મુખ્ય પુરૂષોમાંથી કેટલાક ગયા હોય અને કેટલાક રહ્યા હોય ત્યારે “સર્વ ગામ ગયા” એમ કહેવાય છે. એ પ્રમાણે આદેશસર્વ જાણવું. નિરવશેષસર્વ બે પ્રકારે છે, સર્વ વસ્તુ નિરવશેષ અને દેશ નિરવશેષ. જેમકે સર્વે દેવો અનિમેષ નયનવાળા છે. અહીં બધાય દેવોમાં અનિમેષપણું છે. કોઈપણ દેવોમાં સનિમેષપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy