SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧] “મન્ન” શબ્દના પર્યાયશબ્દોની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ किंचणमादाणं तब्भयं तु नासहरणाइओ नेयं । बज्झनिमित्ताभावा जं भयमाकम्हिकं तं ति ॥३४५१॥ असिलोगभयमजसओ दुज्जीवमाजीवियाभायं नाम । पाणपरिच्चायभयं मरणभयं नाम सत्तमयं ॥३४५२॥ अम गच्चाइसु तस्सेह अमणमंतोऽवसाणमेगत्थं । अमइ व जं तेणं तो भयस्स अंतो भयंतो त्ति ॥३४५३।। अम रोगे वा अंतो रोगो भंगो विणासपज्जाओ। जं भवभयभंगो सो तओ भवंतो भयंतो य ॥३४५४॥ एत्थ भयंताईणं पागयवागरणलखणगईए । संभवओ पत्तेयं द-य-ग-वगाराइलोवाओ ॥३४५५॥ हस्सेकारंतादेसओ य भंते त्ति सव्वसामण्णं । गुरुआमंतणवयणं विहियं सामाइयाईए ॥३४५६॥ ગાથાર્થ અથવા મન ધાતુ સેવાના અર્થમાં છે, તેનો “ભજન્ત’ શબ્દ બને છે. તેથી “ભજન્સ' એટલે મોક્ષ પામેલાઓને અથવા મોક્ષમાર્ગને જે સેવે છે, તે ‘ભજન્ત’ અથવા મોક્ષમાર્ગના અર્થીઓને જે સેવવા યોગ્ય છે, તે સુગુરૂ ભજન કહેવાય છે. અથવા મા તથા પ્રમ્ ધાતુ દીપ્તિના અર્થમાં છે, તેનો માર્ તથા પ્રાગત્ત શબ્દ બને છે. એટલે જે જ્ઞાન અને તપગુણવડે પ્રકાશે છે, તે આચાર્ય માત્ત અથવા પ્રાગત્ત કહેવાય છે. અથવા પ્રમ્ ધાતુ અનવસ્થાન અર્થમાં છે. તેનો બ્રાન્ત શબ્દ બને છે, એટલે જે મિથ્યાત્વાદિ બંધ-હેતુથી રહિત છે, તે બ્રાન્ત કહેવાય છે અથવા ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેને છે, તે ભગવાન્ ગુરૂ છે અથવા જે નરકાદિ ભવના અંતનો હેતુ છે, તેથી તે “ભવાન્ત' કહેવાય છે. અથવા ભયનો અંત કરનાર હોય તે ભયાત કહેવાય. ભય એટલે ત્રાસ. તે ભય નામાદિ છ પ્રકારે છે :- નામભય, સ્થાપનાભય, દ્રવ્યભય, ક્ષેત્રભય, કાળભય અને ભાવભય, તેમાં ભાવભય સાત પ્રકારે છે. ૧ આલોકજન્યભય તે ઈહલોક ભય, ૨-પરભવથીજન્ય ભય તે પરલોકભય, ૩-ન્યાય (થાપણ) એટલે અપહરણાદિજન્યદ્રવ્યગ્રહણનો ભય, ૪-બાહ્યનિમિત્તના સદ્ભાવથી જે ઉત્પન્ન થાય તે આકસ્મિકભય. પ-અપયશજ ભય એટલે શ્લાઘાભય, ૬-દુઃખપૂર્વક આજીવિકા થાય તે આજીવિકાભય, અને ૭-પ્રાણપરિત્યાગનો ભય તે મરણભય. તથા ૩રમ્ ધાતુ ગત્યાદિ અર્થમાં છે, તેનો અહીં સત્ત શબ્દ થાય છે. ૩—૩–વસાન એ બધા શબ્દ એકકાર્યવાચી છે. તેથી ૩મતિ એટલે જે ભયનો અંત કરે, તે મચત્ત કહેવાય. અથવા ૩રમ શબ્દ રોગના અર્થમાં અંત-રોગ-ભંગ-વિનાશ. એ બધા પર્યાય શબ્દો છે. તેથી ભવનો અને ભયનો જેનાથી નાશ થાય તે સુગુરૂ ભવાંત અથવા ભયાત કહેવાય છે. અહીં ભદન્તાદિ શબ્દો (આદિ શબ્દથી ભજન્ત-ભાન્ત-ભ્રાન્ત-બ્રાંત-ભગવંત-ભયાન્ત) યથાસંભવ પ્રત્યેકમાં દય-ગ અને વકારાદિ અક્ષરોનો લોપ કરવાથી, સ્વ-અકારાંતના આદેશથી મને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy