SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ૬૩ પ્રયોજન તથા ફળના શંકા-સમાધાન. जह सो पत्ताणुग्गहपरिणामाओ फलं सओ लहइ । तह गिण्हंतो वि फलं तदणुग्गहओ सओ लहइ || ३२४४|| हारी विहरणपरिणामदुसिओ बज्झपच्चयाविक्खं । पावो पावं पावइ जं तत्तो से फलं होइ ॥ ३२४५ ॥ जह सायत्तं दाणे परिणामाओ फलं तहेवावि । નિયયરિગામ૩ ષ્ક્રિય સિદ્ધ નિળ-સિદ્ધપૂયાણ ॥રૂર૪૬॥ Jain Education International कज्जा जिणाइया परिणामविसुद्धिहेउओ निच्चं । दाणादउ व्व मग्गप्पभावणाओ य कहणं व || ३२४७ ॥ જો સર્વ (શુભાશુભ) ફળ સ્વકૃત જ છે, તો દાન અને અપહરણાદિનું ફળ (દાતા તથા હર્તાને) અહીં પ્રાપ્ત ન થયું. એમ કહેવામાં આવે તો તે સ્વકૃત છે તેથી જ તેનું ફળ દાતા અને અપહર્તાને ઘટે છે, કેમકે દાનાદિના સમયે પરાનુગ્રહના પરિણામવિશેષથી દાતા સ્વયં પુણ્ય બાંધે છે અને અપહરણાદિ કરતી વખતે પરોપઘાતના પરિણામથી અપહર્તા સ્વયં પાપ બાંધે છે. તે પુન્ય-પાપ માત્ર બાહ્ય-નિમિત્તની અપેક્ષા રાખીને આત્મામાં રહેલું છે તે કાળાન્તરે વિપાકથી શુભાશુભ ફળ આપે છે, તેથી તે ફળ પરકૃત કહેવાય છે. વસ્તુતઃ તે ફળ બીજાથી પ્રાપ્ત થતું નથી. અથવા જો તે ફળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ માનીએ, તો જેણે તે ગ્રહણ કર્યું, તે મોક્ષ અથવા કુગતિ પામે છે, તે ફળ કોનાથી પ્રાપ્ત થયું ? વળી જેણે. જે આપ્યું હોય, તેને તે આપવું જોઇએ. અને જેનું અપહરણ કરાયું હોય, તે તેનું પણ અપહરણ કરે છે. એમ કહેવામાં આવે, તો આ દોષ આવે છે આહારાદિનું દાન નહિ આપનાર સાધુ ભવાન્તરમાં આહારાદિ ક્યાંથી પામે ? અને પૂર્વે આપનારને ક્યાંથી આપે ? તેમજ પૂર્વભવમાં કોઇનું ધનાદિ અપહરણ કરીને જન્માન્તરમાં નિર્ધન થયેલા તે અપહરણ કરનારનું ધન પૂર્વભવના ધનવાનવડે ક્યાંથી અપહરણ કરી શકાય ? અથવા અહીં એમ કહેવામાં આવે કે જે તેણે પૂર્વભવોમાં બીજાને આપ્યું હોય, તે તેઓ પાસેથી લઇને પૂર્વભવના દાતાને પાછું આપે છે. પૂર્વભવમાં પરધન અપહરણ કરીને આ ભવમાં નિર્ધન થયો હોય તેનું ધન જુદા જુદા ભવમાં બીજાઓ વડે અપહરણ કરાયેલું હોય છે, તેથી તે પોતાનું ધન અપહરણ કરનારાઓ પાસેથી મેળવીને જેનું તેણે પૂર્વે અપહરણ કર્યું હોય, તેને પાછું આપે છે. એ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કારણ કે જો દાનાદિ સંબંધી સ્વપરિણામવશાત્ પુન્ય-પાપ ન માનવામાં આવે, પરંતુ જે જેને આપ્યું, તે તેનાથી લભ્ય છે, અને જે આહારાદિ તેણે પ્રાપ્ત કર્યા હોય, તે તેને પૂર્વે કોઇ વખત આપેલા જ છે. એમાં દાયકે ગ્રાહકને કંઇ અધિક દાન નથી કર્યું એમ માનીએ, તો દાન અને ગ્રહણની અનવસ્થા થાય. તથા તેના ફળનો ભોગ પ્રાપ્ત ન થાય. કેમકે જેને આપ્યું હોય તેની પાસેથી ગ્રહણ થાય, પુનઃ અન્યને દાન અને પુનઃ તેનાથી ગ્રહણ, એમ અનવસ્થા થાય. તેમ થવાથી પરિણામે મોક્ષનો અભાવ થાય અને અન્યોઅન્ય દાન-ગ્રહણવડે આય-વ્યય વિશુદ્ધ હોવાથી દાનના ફળનો ભોગ પ્રાપ્ત ન થાય. તે માટે સ્વપરાનુગ્રહના પરિણામવડે સુપાત્રને વિત્તાદિ આપવાથી દાતાને જે પુન્ય પ્રાપ્ત થાય છે, તેથી તે દાતાને સ્વર્ગાદિ ફળ થાય છે. જેમ પાત્ર ઉપર અનુગ્રહના પરિણામથી તે દાતા સ્વયં ફળ પામે [૪૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy