SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯] આક્ષેપાર અને પ્રસિદ્ધિાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કૃતાર્થ-અકૃતાર્થપણાથી સિદ્ધ અને સાધુનો એમ બે પ્રકારનો જ સંક્ષેપથી નમસ્કાર છે, એમ અમે કહીએ છીએ. આ પ્રમાણે કહેવું તે પણ અયોગ્ય છે, કેમકે કૃતાર્થ-અકૃતાર્થપણા સિવાય બીજું પણ કારણ છે. અરિહંતાદિક પ્રારંભમાં અવશ્ય સાધુઓ હોય છે, કેમકે તેઓમાં સાધુના ગુણોનો સદ્ભાવ હોય છે, પરંતુ સાધુઓ અહંદાદિકમાં ભજનાએ હોય છે. કેમકે બધાએ સાધુઓ અહંદાદિ નથી હોતા. જેઓને તીર્થંકરનામ-કર્મનો ઉદય હોય, તે અરિહંતો હોય, કેટલાક સામાન્ય કેવળી હોય, કેટલાક વિશિષ્ટ સૂત્રાદિદાયક આચાર્ય હોય, કેટલાક સૂત્રપાઠક ઉપાધ્યાય હોય, અને કેટલાક અવિશિષ્ટ સામાન્ય સાધુઓ જ હોય. એ પ્રમાણે સાધુઓનો અહંદાદિમાં વ્યભિચાર હોવાથી તેમને નમસ્કાર કરવા છતાં પણ અહંદાદિના નમસ્કારથી સાધ્ય વિશિષ્ટફળની સિદ્ધિ થતી નથી અને તેથી કરીને સંક્ષેપથી ત્રિવિધ નમસ્કાર અવ્યાપક હોવાથી અયુક્ત છે. “સાધુમાત્રનો નમસ્કાર મનુષ્યમાત્રના નમસ્કારની જેમ અથવા જીવમાત્રના નમસ્કારની જેમ તત્સામાન્ય-અભિધાનનમસ્કારરૂપ હોવાથી વિશિષ્ટ અદાદિના ગુણના નમસ્કારનું ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી.” તેથી સંક્ષેપથી પણ પંચવિધ જ નમસ્કાર હોય છે, પણ દ્વિવિધ નથી. તથા વિસ્તારથી તો નમસ્કાર કરાતો જ નથી, કેમકે તેમ થવું અશક્ય છે. અથવા “મને કવિપ્રો ઈત્યાદિ જે પંચવિધ હેતુ પૂર્વે કહેલ છે, તે નિમિત્તથી પણ આ પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે. ૩૨૦૧ થી ૩ર૦ર. હવે ભાષ્યકાર ઉપરોક્ત અર્થ કહે છે : "निव्व्य-संसारिकयाकयत्थलक्खणविहाणओ जुत्तो। संखेवनमोक्कारो दुविहोचिऽअयं सिद्ध-साहूणं ।।३२०३॥ उसभाईणमणंतरसिद्धाईणं जिणाइयाणं च । वित्थरओ पंचविहो नवि संखेवो न वित्थारो ॥३२०४॥ जइवि जग्गहणाओ होइ कयं गहणमरुहयाईणं । तह वि न तग्गुणपूया जइगुणसामण्णपूयाओ ॥३२०५।। परिणामसुद्धिहेऊ व पयत्तो सो य बज्झवत्थूओ । पायं गुणाहिआओ जा सा न तदूणगुणलब्भा ॥३२०६॥ जह मणुआइग्गहणे होइ कथं गहणमरुहयाईणं । न य तबिसेसबुद्धी तह जइसामण्णगहणम्मि ॥३२०७॥ जइ एवं वित्थरओ जुत्तो तदणंतगुणविहाणाओ। भण्णइ तदसज्झमओ पंचविहो हेउभेयाओ ॥३२०८॥ मग्गोवएसणाई सोऽभिहिओ तप्पभेअओ भेओ । जह लावगाइभेओ दिवो लवणाइकिरियाओ ॥३२०९।। નિવૃત અને સંસારી કૃતાકૃતાર્થરૂપ લક્ષણના વિધાનથી સિદ્ધનો અને સાધુનો એમ બે પ્રકારે નમસ્કાર સંક્ષેપથી યોગ્ય છે, તથા વિસ્તારથી ઋષભાદિનો-અનંતર સિદ્ધોનો અને બીજા જિનોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy