SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर ] ૬૧ સિદ્ધની ઉર્ધ્વગતિ. जह मिल्लेवावगमादलाबुणोऽवस्समेव गइभावो । उद्धं च नियमओ नण्णहा नवा जलतलादुद्धं ||३१४२|| Jain Education International तह कम्मलेवविगमे गइभावोऽवस्समेव सिद्धस्स । उद्धं च नियमओ नण्णहा नवा लोगपरउ ति ।।३१४३ || एरंडाइफलं जह बंधच्छेएरियं दुयं जाइ । तह कम्मबंधणच्छेयणेरिओ जाइ सिद्धो वि ॥ ३१४४ ॥ उडुंग परिणामो जह जलणस्स जह वेह धूमस्स ! उडुंग परिणाम सहावओ तह विमुक्कस्स ।। ३१४५।। जह ते सलाभकाले चेव तहा गइसभावयम्मिति । परिणम तग्ग वा लेवावगमे जहालाबुं ॥३१४६॥ तह तग्गड़परिणामं परिणमइ सरूवलाभ एवेह | सिद्धो सिद्धत्तं पिव सकम्मपरिणामनिवेक्खं ||३१४७ ॥ जह धणुपुरिसपत्तेरिएसुणो भिण्णदेसगमणं तु । गइ कारणविगमम्मि वि सिद्धं पुव्वप्पओगाओ || ३१४८ ॥ बंधच्छेयणकिरियाविरमे वि तहा विमुच्चमाणस्स । तरसा लोगंताओ गमणं पुव्यप्पओगाओ || ३१४९।। जहा कुलालचक्कं किरियाहेउविरमे वि सक्किरियं । पुव्यप्पओगओ च्चिय तह किरिया मुच्चमाणस्स ।। ३१५० ।। आाधार्थ :- प्रेम भाटीनों से दूर थवाथी तुजडानी अवश्य उर्ध्वगति (भाव) थाय छे, ते નિયમથી તે અન્યથા નથી જતું, તેમ જળના તલથી ઉપર પણ નથી જતું; તેવી રીતે કર્મનો લેપ દૂર થવાથી અવશ્યમેવ=નિયમથી સિદ્ધની ઉર્ધ્વગતિ (ભાવ) થાય છે, અન્યથા ગતિ નથી થતી, તેમ લોકની ઉપર પણ ગતિ નથી થતી. તથા જેમ બંધનો છેદ થવાથી પ્રેરાયેલા એરંડાદિકનાં ફળ જલ્દી જાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધનો છેદ થવાથી પ્રેરણા પામીને મોક્ષમાં જાય છે, જેમ અગ્નિનો અથવા ધૂમનો ઉર્ધ્વગતિપરિણામ થાય છે, તેમ વિમુક્ત આત્માનો પણ સ્વભાવથી જ ઉર્ધ્વગતિપરિણામ થાય છે. જેમ અગ્નિ અને ધૂમ સ્વલાભકાળે ઉર્ધ્વગતિ ભાવને પામે છે, તેવી રીતે સિદ્ધ પણ સ્વકર્મપરિણામની અપેક્ષારહિત સિદ્ધત્વની જેમ ઉર્ધ્વગતિપરિણામ પામે છે. જેમ ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાયેલ તીરનું ભિન્ન પ્રદેશમાં ગમન થાય છે, તેવી રીતે કર્મરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પણ પૂર્વપ્રયોગથી સિદ્ધની ગતિ થાય છે. અથવા બંધછેદનરૂપ ક્રિયા શાંત થવા છતાં પણ જેમ ગતિ થાય છે, તેમ તે વિમુક્ત આત્માની પૂર્વપ્રયોગથી લોકાંતપર્યંત ગતિ થાય છે. અથવા જેમ ક્રિયાનો હેતુ કુંભાર વિરામ પામવા છતાં પણ પૂર્વપ્રયોગથી કુંભારનું ચક્ર સક્રિય હોય છે, તેવી રીતે મુક્તાત્માની પણ ઉર્ધ્વગતિરૂપ ક્રિયા હોય છે. ૩૧૪૨ થી ૩૧૫૦. [४८१ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy