SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ઉપયોગદ્રયની સિદ્ધિ. [૪૭૭ સંબંધી છે, તે કોઈક પ્રસંગે અંદર લખાયેલું છે, તેથી અમને તે માન્ય નથી. આ કારણથી કેવળીને ક્રમસર બે ઉપયોગ પણ અમને સમ્મત નથી. એ પ્રમાણે સૂત્રનો અયોગ્ય અર્થ કરીને જેઓ યુગપદ્ બે ઉપયોગ માને છે, તે અયોગ્ય છે. કારણ કે ભગવતીના અઢારમા શતકના આઠમા ઉદ્દેશમાં પ્રથમ છદ્મસ્થ-આધોવધિકનો નિર્દેશ કરીને પછી કેવળીનો નિર્દેશ કર્યો છે, તે કારણથી યુક્તિ રહિત મિથ્યા અવખંભથી ‘ઈવ’ અને ‘મતુ’ પ્રત્યયનો લોપ કરીને ‘કેવળી’ શબ્દનો અર્થ છદ્મસ્થ કરવો, એ કેવળ કદાગ્રહ જ છે. જો ત્યાં છદ્મસ્થ ઈષ્ટ હોત તો તે સ્થળે કેવળી શબ્દનો પ્રયોગ શા માટે કરત ? જે કંઈ છદ્મસ્થને માટે કહેવાનું હોત તે સઘળું છદ્મસ્થને નિર્દેશ કરતી વખતે જ કહી દેત. વળી ભગવતીમાં “રેવતીગં મંતે ? પરમાણુોનું નું સમર્થ નાળરૂ “હે ભગવંત ! કેવળી જે સમયે પરમાણુ પુદ્ગલને જાણે છે.’' ઈત્યાદિ કહ્યું છે, તે પરમાણુ અવધિજ્ઞાની સિવાય અન્ય છદ્મસ્થ નથી જોઈ શકતા. તેમાં એ બધા અવધિજ્ઞાની પરંમાણુને નથી જોઈ શકતા, પરંતુ જે પરમાવિધ અને આધોવધિક જ્ઞાનવાળા હોય તે જ જોઈ શકે છે. પરમાવિધ કરતાં કંઈક ન્યૂન અવધિજ્ઞાન હોય તે આધોવવિધ કહેવાય. તે બન્ને પ્રકારના અવધિજ્ઞાનીનો કેવળીની પહેલાં જ નિર્દેશ કર્યો છે. એ બે સિવાય બીજો ક્યો છદ્મસ્થ કેવળી છે, કે જે પરમાણુ પુદ્ગલને જુએ છે ? અને તે છદ્મસ્થ કેવળીનું ભગવતીમાં ગ્રહણ થાય ખરું ? વળી આગમમાં બીજે સ્થળે પણ છદ્મસ્થાદિ પછી કેવળીનો નિર્દેશ કર્યો છે, પરંતુ ઈવ આદિ શબ્દનો લોપ કરવાથી કેવળી શબ્દનો અર્થ છદ્મસ્થ નથી કર્યો. ભગવતીસૂત્રમાં પહેલા શતકના ચોથા ઉદ્દેશામાં છદ્મસ્થ-આધોવધિક-પરમાવધિ અને કેવળીને કેવળસંવર, સંયમ અને બ્રહ્મચર્ય આદિવડે મોક્ષનો વિચાર કર્યો છે, તેમાં પણ છદ્મસ્થ-આધોવધિક અને પરમાવધિજ્ઞાનવાળાનો નિષેધ કરીને તે પછી કેવળી ત્રણેય કાળમાં સિદ્ધ થયા, થાય છે, અને થશે એમ કહ્યું છે. આ વાત પણ જો છદ્મસ્થ સંબંધી હોય, તો પ્રથમ કહેલ છદ્મસ્થની જેમ આને પણ કેવળસંવરાદિવડે સિદ્ધિ ન થાય. આ હકીકત પ્રતિપાદન કરનાર સૂત્ર આ પ્રમાણે છે.” મત્યેળ અંતે ! મળસે સીયમાંત सासयं समयं केवलेणं संवरेणं, केवलेणं संजमेणं, केवलेणं बंभचेखासेणं, केवलाहिं पवयणमायाहिं सिझिसु, बुज्जिसु जाव सव्वदुक्खाणमंतंकरिंसु । गोयमा ! नो इणट्टे समट्ठ । से केणट्टेणं भंते ! एवं वुच्चइ तं चेव जाव अन्तंकरिंसु ? गोयमा जे के वि अंतकरा वा अंतिमसरीरया वा सव्वदुक्खाणमंतं करें वा, करेंति वा, करिस्संति वा, सव्वेते उप्पन्ननाणंदंसणधरा अरहा जिणा केवली भवित्ता तओ पच्छा सिज्यंति, बुज्झंति, मुच्वंति परिनिब्वायंति, सव्वदुक्खाणमंतं करेंसु વા, રતિ વા, રિસંતિ વા, તે તેઓૢળ ગોયમા ! નાવ સર્વત્તુળમંત રિતુ । વડુબન્ને वि एवं चेव, नवरं सिज्यंति भाणियव्वं । अणागए वि एवं चेव, नवरं सिज्झिरसं ति भाणियवं । जह छउमत्थो तहा आहोहिओ परमाहिओ वि, त्ति तिन्नि आलावगा भाणियब्वा । केवली णं भंते ! मणूसे तीयमणंतं सासयं समयं जाव अन्तं करिंसु । हन्ता ! सिज्झिसु, जाव अन्तंकरं । તિન્નિ જ્ઞાનાવા માળિયા ઇરમત્યું નહીં, નવરં સિદ્ગિાસુ, સિદ્ધતિ, સિસિંતિ ? આ પ્રમાણે સિદ્ધાન્તમાં છદ્મસ્થાદિ પછી જે કેવળી કહ્યા છે, તે નિરૂપચરિત જ કેવળી કહ્યા છે, ઈત્યાદિ શબ્દનો Jain Education International "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy