SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૪૫ એ પ્રમાણે વેદના પદોનો અર્થ કહીને, હવે ઉપસંહાર કરતા સર્વ વેદના પદોનો અર્થ સંક્ષેપથી બતાવે છે. एसिं वेयपयाणं न तमत्थं वियसि अहव सब्वेसिं । अत्थो किं होज सुईविण्णाणं वत्थुभेओ वा ? ॥१६००॥ जाई दव् किरिया गुणोऽहवा संसओ तवाजुत्तो । अयमेवेति नवायं न वत्थुधम्मो जओ जुत्तो ॥१६०१॥ सव्वं चियं सबमयं स-परपज्जायओ जओ निययं । सव्वमसब्वमयं पि य विवत्तरूवं विवक्खाओ ॥१६०२।। सामण्णविसेसमओ तेण पयत्थो विवक्खया जुत्तो । वत्थुस्स विस्सरूवो पज्जायावेक्खया सब्बो ॥१६०३॥ વેદના એ પદોનો અથવા સર્વ પદોનો અર્થ તું નથી જાણતો. તું એમ વિચારે છે કે શ્રુતિવિજ્ઞાન તે વેદપદોનો અર્થ છે? કે વસ્તુનો ભેદ તે અર્થ છે? જાતિ અર્થ છે, કે દ્રવ્ય અર્થ છે ? ગુણ અર્થ છે કે ક્રિયા અર્થ છે? આવો સંશય કરવો તને યોગ્ય નથી, કારણ કે આ એમ જ છે, આ એમ નથી જ, એ પ્રકારે વસ્તુધર્મનો એકાંતે નિશ્ચય કરવો યુક્ત નથી, કેમકે સર્વ વસ્તુ સ્વપર પર્યાયથી નિશ્ચયે સર્વમય છે, અને વિવક્તરૂપ વિવક્ષાથી સર્વ વસ્તુ અસર્વમય પણ છે. તે કારણથી સામાન્ય વિશેષમય વિવલાવડે પદાર્થ કહેવો યોગ્ય છે, કેમકે વસ્તુનું સર્વથી અભિન્નપણુ પર્યાયની અપેક્ષાએ છે. એ પૂર્વે કહેલ વેદપદોનો અર્થ જે પ્રમાણે મેં કહ્યો, તે પ્રમાણે તું નથી જાણતો તેથી તું જીવ સંબંધી સંશય કરે છે. અથવા બીજા પણ સર્વવેદ પદોનો અર્થ તું નથી જાણતો, તેથી તે તે પદો સંબંધી તને એવો સંશય થાય છે, કે એ પદોનો અર્થ શું હશે? જેમ ભેરી વિગેરે વાજિંત્રોના અવાજનો શબ્દ થાય છે, તે શબ્દ અવાજઅર્થ હશે ? કે જે ઘટ આદિ શબ્દ બોલવાથી તે પદાર્થ સંબંધી વિજ્ઞાન થતું જણાય છે, તે તેમનો અર્થ હશે ? અથવા ઘટ શબ્દ કોઈએ કહ્યો હોય, તે સાંભળીને “પહોળા પેટાર આદિ આકારવાળું પાણી ભરી રાખવાનું અધિકરણ” ઘટ પદાર્થ કહ્યો, પણ પટ વિગેરે નથી કહ્યો. એ પ્રમાણે જે વસ્તુનો ભેદ જણાય છે, તે તેમનો અર્થ છે, ? અથવા જેમ “ગાય” એવો શબ્દ બોલવાથી ગાય જાતિનું ભાન થાય છે, તેમ તે જાતિરૂપ એ પદોનો અર્થ હશે? અથવા “દંડી ઇત્યાદિ” કહેવાથી દંડ યુક્ત પુરૂષરૂપ દ્રવ્ય સમજાય છે, તેમ દ્રવ્ય તેનો અર્થ હશે ? કે દોડે છે, ઈત્યાદિ શબ્દોની જેમ દોડવું વિગેરે ક્રિયા તેમનો અર્થ હશે ? શુક્લ (સફેદ) રક્ત (રાતું) ઇત્યાદિ શબ્દોની જેમ શુક્લ-રક્ત આદિ ગુણ તેઓનો અર્થ છે. આ પ્રમાણે તેને સંશય થાય છે, તે અયોગ્ય છે, કેમકે “આ, પ્રમાણે જ છે, પણ આ પ્રમાણે નથી જ.” એ પ્રકારે કોઈ પણ વસ્તુના ધર્મનો એકાન્ત નિશ્ચય કરવો અયોગ્ય છે. શબ્દ પણ વસ્તુ વિશેષ જ છે, અને તેથી “આ શબ્દ આવા પ્રકારના અર્થને જ પ્રતિપાદન કરનાર છે, અને આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy