SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ. [૪૫૫ ઉપઘાત થવાથી યથોક્ત અંતર્નિવૃત્તિનો સદ્ભાવ હોય, તો પણ જીવ શબ્દાદિ વિષય ગ્રહણ કરી શકતો નથી, તેથી જણાય છે કે અંતર્નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિયનો બીજો ભેદ છે. ૧૯૯૩ થી ૨૯૯૬. लद्ध-वओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो । होइ तदावरणाणं तल्लाभे चेव सेसंपि ।।२९९७॥ जो सविसयवावारो सो उवओगो स चेगकालम्मि । एगेण चेय तम्हा उवओगेगिंदिओ सब्बो ।।२९९८॥ एगिंदियाइभेया पडुच्च सेसंदियाइं जीवाणं । अहवा पडुच्च लद्धिंदियं पि पंचिंदिया सब्वे ॥२९९९।। जं किर बउलाईणं दीसइ सेसेंदिओवलंभो वि । तेण त्थि तदावरणक्खओवसमसंभवो तेसिं ॥३०००। पंचेंदिउ ब बउलो नरो ब्ब सबविसओवलंभाओ। તવિ ર મા ચિંતિક ત્તિ વોરિયામાવા ll૩૦૦થી सुत्तो वि कुंभनिव्वत्तिसत्तिजुत्तो त्ति जह स घडकारो । लद्धिदिएण पंचेंदिओ तहा बज्झरहिओ वि ।।३००२॥ लाभक्कमो उ लद्धी निबत्त-वगरण उवओगो य । दबिदिय-भाविंदियसामण्णाओ कओ भिण्णो ॥३००३॥ લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે, તેમાં ઈન્દ્રિયાવરણીયકર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ છે, તે લબ્ધિ પ્રાપ્ત થાય તો જ બીજી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. શ્રોત્રાદિ ઈન્દ્રિયોનો જે પોતાના શબ્દાદિ સ્વવિષયમાં પરિચ્છેદ=વ્યાપારને ઉપયોગ કહેવાય છે, એ ઉપયોગ એક કાળમાં દેવાદિકોને પણ એક જ હોય છે, તેથી ઉપયોગને આશ્રયીને સર્વ જીવ એકેન્દ્રિયવાલા કહેવાય છે, કેમકે સર્વકાલમાં દેવાદિકોને પણ પાંચ ઈન્દ્રિયોમાંથી એક ઈન્દ્રિયના ઉપયોગનો સદ્ભાવ હોય છે. શેષ ઈન્દ્રિયો (નિવૃત્તિ, ઉપકરણ લબ્ધિ)ની અપેક્ષાએ જીવોના એકેન્દ્રિય બેઈજિયાદિ ભેદો છે. જેને જેટલી દ્રવ્ય-ઈન્દ્રિયો હોય તેને તેવા વ્યવહાર કર્યા પછી અથવા લબ્ધિ ઈન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે. કેમકે બકુલાદિ વનસ્પતિઓને શેષ બીજી ઈન્દ્રિયોનો ઉપલંભ=ઉપયોગ પણ જણાય છે, તેથી તેઓને તદાવરણકર્મના ક્ષયોપશમનો સંભવ છે, એમ જણાય છે. જો ના હોય તો બકુલવૃક્ષને શૃંગારયુક્ત સજ્જ થયેલી સ્ત્રી, સુંદર મદિરાના કોગળા વડે તથા ચંપકવૃક્ષને અત્યંત સુગંધી જળના સિંચવાવડે તથા તિલકવૃક્ષને અવબોધથી સ્ત્રીના કટાક્ષવડે તથા વિરહકવૃક્ષને પંચમસ્વરવડે કરીને કુલ-અંકુરાદિની ઉત્પત્તિનો સંભવ ન થાય. વળી એકલા બકુલવૃક્ષને શૃંગારવાલી સુંદર સ્ત્રીએ કરેલા મદિરાના કોગળા વડે તથા શરીરના સ્પર્શ વડે ઓષ્ઠચુંબન વડે તથા ચંદનાદિમાં પડેલા ગંધ વડે સારરૂપ જોવાથી તથા મધુર શબ્દોના ઉચ્ચાર વડે ફલવાપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy