SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સિદ્ધ ભગવંત મોશના હેતુ ૪િ૪૭ मग्गेणाणेण सिवं पत्ता सिद्धा जमविप्पणासेणं । तेण कयत्थत्तणओ ते पुज्जा गुणमया जं च ॥२९५०॥ गुणपूयामेत्ताओ फलं ति तप्पूयणं पवज्जामो । जं पुण जिणु ब्व मग्गोवयारिणो ते तयं कत्तो ? ॥२९५१।। जइ तग्गुणपूयाओ फलं पवन्नं नवगारो सो । तेहिं तो तदभावे का पूया किं फलं वा से । ॥२९५२॥ गंतुरणासाओ वा सम्मग्गोऽयं जहिच्छियपुरस्स । सिद्धो सिद्धेहिंतो तदभावे पच्चओ कत्तो ? ॥२९५३॥ मग्गम्मि रुई तदविप्पणासओ तप्फलोवलंभाओ। जं जायइ तेहिंतो नेयरहा तदुवगारो सो ॥२९५४॥ नणु जिणवयणाउ च्चिय तदत्थिया तप्फलोवलंभो य । सच्चं तहावि तप्फलसब्भावो रुई होइ ॥२९५५॥ अप्प च्चिय सिवमग्गो निच्छयओ तह रुइसम्मत्त ति । मग्गोवयारिणो जह जिणा तहा खीणसंसारा ॥२९५६॥ આ માર્ગ વડે (સમ્યગુદર્શન-શાન ચારિત્રરૂપ) જે સિદ્ધ અવિચ્છિન્ન સંતાન ભાવે મોક્ષ પામેલા છે. તેથી તેઓ કૃતાર્થ હોવાથી પૂજય છે; વળી (જિનેશ્વરાદિકની જેમ) જ્ઞાનાદિ ગુણમય હોવાથી પણ તેઓ પૂજ્ય છે. સમ્યગૂજ્ઞાનાદિ ગુણોની પૂજા માત્રથી (સ્વર્ગ-અપવગદિરૂપ વિશિષ્ટ) ફળ થાય છે, તેથી તે ગુણવાળાનું પૂજ્યપણું અમે માનીએ છીએ પરંતુ જિનેશ્વરની જેમ તેઓ માર્ગોપકારી છે, તે કેવી રીતે ? (એમ પૂછવામાં આવે તો જો એ પ્રમાણે તે ગુણવાનના ગુણોની પૂજાથી વિશિષ્ટ ફળ થાય છે એમ માનો છો, તો એ ઉપકાર પણ તે સિદ્ધોથી જ તમે માનેલો છે, કેમકે સિદ્ધના અભાવે તેમની પૂજા કઈ અને તે પૂજકનું ફળ શું? (સિદ્ધોના અભાવે મોક્ષમાં અવિનાશી બુદ્ધિ પણ ન થાય, તેથી એ ઉપકાર પણ સિદ્ધોથી માનવો જોઈએ.) અથવા યથેપ્સિત મોક્ષનગરનો આ જ્ઞાનાદિ સન્માર્ગ છે, એમ સિદ્ધોથી જ નિશ્ચય થાય છે, કેમકે મોક્ષનગરે જનારનો નાશ નથી થતો. (તેનો નાશ ન થવાથી સમ્યગુદર્શનાદિ મોક્ષપુરીનો સન્માર્ગ છે, એવો પ્રત્યયઃવિશ્વાસ મુમુક્ષુને થાય છે.) તેના અભાવે સિદ્ધનો નાશ થાય તો એવો પ્રત્યય ક્યાંથી થાય? માટે સિદ્ધો ઉપરોક્ત પ્રત્યય ઉત્પન્ન કરતા હોવાથી માર્ગોપકારી છે, તેથી તેઓ પૂજ્ય છે. વળી સિદ્ધોના અવિનાશી ભાવથી તથા તેમના અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગુદર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં જે પ્રીતિ થાય છે, તે સિદ્ધોથી જ થાય છે, બીજાથી નથી થતી, માટે મોક્ષમાર્ગમાં રૂચિ ઉત્પન્ન કરવારૂપ ઉપકાર સિદ્ધોનો જ છે. મોક્ષમાર્ગમાં રૂચિ અને એ માર્ગના મોક્ષસુખરૂપ ફળનું જ્ઞાન જિનેશ્વરના વચનથી થાય છે, (તો પછી સિદ્ધોનો અવિનાશી હેતુ અહીં કહેવાનું શું પ્રયોજન છે?) એમ કહેવામાં આવે, તો તે સત્ય છે, તો પણ તે માર્ગના સિદ્ધત્વ-પ્રાપ્તિરૂપ ફળના સદ્ભાવથી મોક્ષમાર્ગમાં વિશેષ પ્રીતિ થાય છે. (માટે સિદ્ધોનો અવિનાશી હેતુ અહીં કહેવો જોઈએ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy