SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. अह पच्चासण्णतरं कारणमेगं तियं च तो (तओ) लद्धिं । ડિવપ્ન, ન ચેતેવું, ન વાચળમિત્તનિયમો તે ॥૨૮૩૧।। શબ્દાદિ નયોનો એવો મત છે, કે ભારેકર્મી જીવ વાચના સાંભળવા છતાં પણ નમસ્કાર નથી પામતો, પરંતુ લઘુકર્મી જીવ વાચના વિના પણ તદાવરણકર્મના ક્ષયોપશમથી તે અવશ્ય પામે છે, માટે લબ્ધિ જ તેનો હેતુ છે પણ વાચના નથી. (વાચનાજન્ય) મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોવાથી પરંપરાએ વાચના જ નમસ્કારનું કારણ છે, એમ જો કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે તેવા ક્ષયોપશમમાં પણ તે વાચના ભા૨ેકર્મીને યથોક્ત ક્ષયોપશમ કરતી નથી, તેથી અનેકાન્તિક જણાય છે. (વાચનાથી કોઈકને કર્મનો ક્ષયોપશમ થતો જણાય છે, તેથી તેની અપેક્ષાએ વાચના નમસ્કારનું કારણ છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે) જેને વાચનાથી મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે, તેને તે વાચનામાત્ર તે ક્ષયોપશમનું જ કારણ છે, પણ તદાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થવા યોગ્ય નમસ્કારનું કારણ નથી. ક્ષયોપશમરૂપ કારણને તે વાચના ઉપકારી હોવાથી (કારણનું કારણ હોવાથી) નમસ્કારનું કારણ છે, એમ કહેવામાં આવે, તો પૃથ્વી આસન-શયન-આહાર-વસ્ત્રપાત્ર આદિ સર્વ બાહ્યવસ્તુ ક્ષયોપશમને ઉપકારી હોવાથી પરંપરાએ નમસ્કારનું કારણ થશે. વાચનારૂપ શબ્દમાત્રમાં જ કારણનો નિયમ શા માટે કહો છો ? પરંપરાએ સર્વ બાહ્યવસ્તુ નમસ્કારના કારણને ઉપકારી છે, તોપણ વાચના અનંતર-નજીકનું ઉપકારી હોવાથી તેને તેનું કારણ કહીએ છીએ, એમ કહેવામાં આવે, તો લબ્ધિ જ તેનું (નમસ્કારનું) એકાન્તિક કારણ માની લ્યો. (કેમકે તે જ નમસ્કારનું અનન્તર કારણ છે.) જો એમ નહિ માનવામાં આવે, તો તે વાચનામાત્રનો નિયમ સિદ્ધ નહિ થાય. (પૂર્વોક્ત-પૃથ્વી-આસન શયનાદિ પણ તેના કારણ થશે.) એ પ્રમાણે પ્રથમ કહી ગયા મુજબ પહેલા ત્રણ નયોનું ત્રણ પ્રકારનું કારણ. ઋસૂત્રને બે પ્રકારનું કારણ અને શબ્દાદિનયોનું એક લબ્ધિ જ કારણ છે. ૨૮૩૫ થી ૨૮૩૯. એ પ્રમાણે પ્રથમના ત્રણ નય સમુત્થાન-વાચના અને લબ્ધિ એ ત્રણ કારણ માને છે, ઋજીસૂત્રનય સમુત્થાન સિવાય બે જ નમસ્કાર કારણ માને છે અને શબ્દાદિ ત્રણ નય એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે.. અહીં ઉત્પત્તિદ્વાર સમાપ્ત થયું, હવે નિક્ષેપટ્ટાર કહે છે ઃ નમસ્કારનો નિક્ષેપ ચાર પ્રકારે થાય છે. નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર. આમાંના નામ અને સ્થાપના નમસ્કારનું સ્વરૂપ સમજી શકાય એવું હોવાથી તેનું વિવેચન નથી કરતા, પણ ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય નમસ્કારનું સ્વરૂપ કહે છે. ૫૪ Jain Education International [૪૨૫ (૪૪) નિહારૂં તત્ત્વ માવોવત્ત નું યુગ્ન સવિઠ્ઠી ૩ नेवाइयं पयं दव्व - भावसंकोयण पयत्थो ॥। २८४०||८९० ।। નિહ્નવાદિનો દ્રવ્ય નમસ્કાર કહેવાય છે, અને ઉપયોગવંત સમ્યગ્દષ્ટિ આત્માઓ જે અરિહંતાદિકને નમસ્કાર કરે તે ભાવનમસ્કાર કહેવાય છે. નૈપાતિક, એ પદ છે અને દ્રવ્ય-ભાવરૂપ સંકોચ તે પદાર્થ છે. ૨૮૪૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy