SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬] સાંત અવિરહ અને વિરહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જાણવું. કેમકે - “તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર અને મહર્લૅિકની ઘણીવાર આશાતના કરનાર અનંત સંસારી થાય છે.” અહીં જે વનસ્પતિના કાળ એટલે એકેન્દ્રિયના કાળ જેટલો અસંખ્યાત પુદ્ગલપરાવર્તાત્મકકાળ શ્રુતના ઉત્કૃષ્ટ અંતરપણે કહ્યો છે, તે મિથ્યાશ્રુતની અપેક્ષાએ કહ્યો છે. તે સિવાય શેષ સમ્યકશ્રુતનો ઉત્કૃષ્ટ અંતર કાળ સમ્યકત્વાદિ સામાયિકના કાળ જેટલો અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઇક ઓછો જાણવો. તથા એ સર્વ સમ્યકત્વાદિસામાયિકનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્તનો જાણવો. ઉપરોક્ત જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું, નાનાવિધ જીવોની અપેક્ષાએ તો એ સમ્યકત્વાદિસામાયિકનું અંતર જ નથી. સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક અને દેશવિરતિસામાયિક પામનારા જીવો ઉત્કૃષ્ટથી આખા વિશ્વમાં આવલિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમય સુધી નિરંતર તે તે સામાયિક પામનારા એક અથવા બે વગેરે હોય છે, તે પછી તેની પ્રાપ્તિનો ઉપરમ થવાથી અવશ્ય વિરહકાળ થાય છે. અને ચારિત્ર પામનારા જીવો આઠ સમય સુધી નિરંતર એક, બે આદિ ચારિત્ર પામે છે, તે પછી તેનો વિરહકાળ થાય છે. જઘન્યથી સર્વ સામાયિકની બે સમય સુધી પ્રાપ્તિ થાય છે, તે પછી વિરહકાળ થાય છે. સમ્યકત્વ-સામાયિક અને શ્રુત-સામાયિકની પ્રાપ્તિ આખા વિશ્વમાં જો ન થાય, તો ઉત્કૃષ્ટથી સાત અહોરાત્રિ પર્યન્ત-ન થાય. તે પછી કોઈ પણ જીવ તે સામાયિક અવશ્ય પામે. દેશવિરતિ સામાયિક વધારેમાં વધારે બાર અહોરાત્રિ પર્યત ન પામે, તે પછી અવશ્ય કોઈ જીવ દેશવિરતિ પામે જ. સર્વવિરતિ સામાયિક ન પામે તો ઉત્કૃષ્ટ પંદર અહોરાત્રિ સુધી ન પામે, તે પછી અવશ્ય પામે. એ પ્રમાણે તે તે સામાયિકની પ્રાપ્તિનો વિરહકાળ છે. ૨૭૭૫ થી ૨૭૭૮. હવે ભવદ્વાર અને આકર્ષકાર કહે છે :(४११) समत्त-देसविरया पलियस्स असंखभागमेत्ताओ । अट्ट भवा उ चरित्ते अणंतकालं च सुअसमए ॥२७७९॥८५६॥ (४१२) तिण्ह सहस्सपुहत्तं सयपुहत्तं च होई विरईए। एगभवे आगरिसा एवइया हुंति नायव्वा ॥२७८०।८५७।। (४१३) दोण्ह पुहत्तमसंखा सहस्सपुहत्तं च होई विरईए । नाणभवे आगरिसा सुए अणंता उ नायव्वा ॥२७८१॥८५८॥ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા ભવ સુધી સમ્યકત્વસામાયિક અને દેશવિરતિ-સામાયિક પામે છે. (જઘન્યથી એક ભવ સુધી તે પછી મોક્ષ પામે. અહીં સમ્યકત્વપ્રાપ્તિના અસંખ્યાતા ભવ કરતાં દેશવિરતિના અસંખ્યાતા ભવ ઓછા જાણવા.) ઉત્કૃષ્ટથી આઠ ભવ સુધી સર્વવિરતિ સામાયિક પામે (જઘન્યથી એક ભવ સુધી. તે પછી મોક્ષ પામે.) સામાન્ય અક્ષરાત્મક શ્રુત અનંતા ભવ સુધી પામે છે, (અને જઘન્યથી મરૂદેવી માતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy