SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પુન - પ્રકારાન્તરે આત્માની સિદ્ધિ કહે છે. जीवो त्ति सत्थयमिणं सुद्धत्तणओ घडाभिहाणं व । जेणत्थेण सयत्थं सो जीवो, अह मई होज्जा ॥१५७५।। अत्थो देहो च्चिय से तं नो पज्जायवयणभेआओ। नाणाइगुणो य जओ भणिओ जीवो न देहोत्ति ॥१५७६॥ ઘટના નામની પેઠે શુદ્ધપદ હોવાથી, જીવ-એ નામ સાર્થક છે, જે અર્થ વડે તે વિદ્યમાનાર્થક છે, તે અર્થ જીવ છે. જીવ એટલે દેહ, એવો અર્થ તું માનતો હોય, તો પર્યાયવચનના ભિન્નપણાથી ભેદ હોવાને લીધે, તે અર્થ સાચો નથી. વળી જીવ જ્ઞાનાદિ ગુણવાળો કહ્યો છે અને દેહ તેવો નથી. ૧૫૭પ થી ૧૫૭૬. જેમ ઘટ એ નામ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું હોવાથી સાર્થક છે, તેમ જીવ એ નામ પણ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું હોવાથી સાર્થક છે. તેથી વિપરીત જે નામ ખરવિષાણાદિની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નથી હોતું, તે નામ સાર્થક પણ નથી હોતું. જે નામ ડિત્યાદિની જેમ શુદ્ધપદવાળું હોય, પણ વ્યુત્પત્તિવાળું ન હોય, તે નામ પણ સાર્થક નથી હોતું. તેમજ જે નામ સમાસયુક્ત વ્યુત્પત્તિવાળું હોય, પણ શુદ્ધપદવાળું ન હોય, તે નામ પણ ખરવિષાણાદિની પેઠે નથી હોતું. આ કારણથી વ્યુત્પત્તિયુક્ત શુદ્ધપદવાળું જે નામ હોય છે, તે સાર્થક જ હોય છે એમ સમજવું. અહીં કદી તું એમ માને, કે જીવ એટલે શરીર સમજવું, પણ શરીર સિવાય અન્ય અર્થ એ જીવ પદનો નથી, કેમકે શરીર જ સર્વવ્યાપાર કરતું જણાય છે, જેમકે શરીરથી કોઈ કોઈને મારે છે ત્યારે કહેવાય છે કે આ જીવ આ જીવને મારે છે. આ કારણથી જીવ એટલે શરીર એમ કહેવું જ યોગ્ય છે. તારી એ માન્યતા અયોગ્ય છે, કારણકે શરીર અને જીવનો પર્યાય વચનથી ભેદ છે, જ્યાં જ્યાં પર્યાય વચનથી ભેદ છે, ત્યાં ત્યાં ઘટ અને આકાશની પેઠે જુદાઈ છે, જેમકે ઘટ-કુટ-કુંભ-કળશ વિગેરે ઘટના પર્યાય છે, અને આકાશ-વ્યોમ-અન્તરિક્ષ-નભસુ વિગેરે આકાશના પર્યાય છે. અહીં પ્રસ્તુતમાં પણ જીવ-જન્તુ અસુમાન-પ્રાણી-સત્ત્વ-ભૂત-આત્મા વિગેરે જીવના પર્યાય છે, અને શરીર-વપુ-કાય-દેહ-કલેવર વિગેરે શરીરના પર્યાય છે. આ પ્રમાણે પર્યાયવચનમાં ભેદ છતાં પણ, જો વસ્તુને એક જ માનવામાં આવે, તો સર્વત્ર એકતાનો પ્રસંગ આવે અને તે બાધક થાય. વળી શરીર જ સર્વ વ્યાપાર કરતું જણાય છે; એમ કહ્યું, તેમાં તો શરીરના સાહચર્યથી ઉભું રહેવું વિગેરે કાર્ય થતાં હોવાથી શરીરમાં જીવનો ઉપચાર કરાય છે. અને એવું પણ કહેવાય છે કે “તેમાંથી જીવ ગયો; હવે આ શરીર બાળી નાંખો.” તથા આત્મા જ્ઞાનાદિ ગુણવાળો છે, અને દેહ જડ છે, તો પછી શરીર એજ જીવ કેમ કહી શકાય ? આજ ગ્રંથમાં પૂર્વે કહ્યું છે, કે શરીર ઘટની જેમ મૂર્તિમાન્ હોવાથી જ્ઞાનાદિ ગુણવાળું નથી. તથા શરીર અને ઇન્દ્રિયથી આત્મા ભિન્ન છે, કેમકે ઇન્દ્રિયથી જાણેલ અર્થનું બારીમાં રહેલા પુરુષની જેમ તેને સ્મરણ થાય છે. ૧૫૭૫ થી ૧૫૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy