SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર 1 સ્થિતિ અને વેદદ્વાર. [૩૮૫ મૂળ આવશ્યક નિર્યુક્તિમાં “ખંડ-પોયન-નરાય તિન તિમ ઘરો મને મસ'' એવો પાઠ છે, તેની ટીકામાં એ જ અનુસારે વ્યાખ્યાન કર્યું છે કે અંડજ-પોતજ-અને જરાયુજ એમ ત્રણ પ્રકારે જન્મ છે, તેઓને અનુક્રમે ત્રણ-ત્રણ અને ચાર સામાયિક હોય છે. એ પ્રમાણે અંડજાદિ ત્રણ જન્મવાળાનું વ્યાખ્યાન કર્યા પછી “ઔપપાતિક જન્મવાળાને પ્રથમના બંને સામાયિક હોય છે' એમ કહ્યું છે. ભાષ્યમાં પણ પ્રાયઃ એ સર્વ મૂળ આવશ્યકની ટીકામાં લખ્યું છે; પરંતુ મૂળ ભાષ્યમાં ઔપપાતિક જન્મનું ગ્રહણ કર્યું છે. એ બન્ને પ્રકારનું કથન ગંભીર છે, તેનું સમાધાન બહુશ્રુત હોય તે જ જાણે. ટીકાકારે તો જે પ્રમાણે ભાષ્યમાં જોયું તે પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે, અમે પણ તદનુસારે જ લખ્યું છે. એ સંગત છે કે અસંગત છે તે બહુશ્રુત વિદ્વાનો જાણે. ૨૭૧૯ થી ૨૭૨૨. હવે સ્થિતિદ્વાર કહે છે. (३९०) उक्कोसयट्टिईए पडिवज्जंते य नत्थि पडिवण्णो । ૪૯ अजहण्णमणुक्कोसे पडिवज्जे यावि पडिवण्णे ।।२७२३।।८१७।। उक्कोसट्टिइकम्मो न पवज्जंतो न यावि पडिवण्णो । आउक्कोसे दुण्णि उपवज्जमाणो पवण्णो वा ।। २७२४ ।। ઉત્કૃષ્ટ કર્મસ્થિતિવાળા જીવ કોઈ પણ સામાયિક પામતા નથી અને પામેલા હોતા નથી; પરંતુ અજઘન્ય-અનુત્કૃષ્ટ સ્થિતિવાળા સામાયિક પામે છે અને પામેલા પણ હોય છે, ઉત્કૃષ્ટ કર્મસ્થિતિવાળા જીવ સામાયિક પામતા નથી અને પામેલા પણ નથી; પરંતુ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવ બે સામાયિક પામે અને પામેલા પણ હોય છે. જઘન્ય આયુષ્યની સ્થિતિવાળા સામાયિક પામતા નથી અને પામેલા પણ નથી, શેષ સ્થિતિમાં દેશવિરતિ વર્જીને બાકીના ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૨૩ થી ૨૭૨૫. न जहण्णाउट्ठिए पडिवज्जइ नेय पुब्वपडिवण्णो । सेसे पुव्यपवण्णो देसविरइवज्जिए होज्जा ॥२७२५|| વિવેચન :- આયુ રહિત જ્ઞાનાવરણીયાદિ કર્મની ત્રીસ કોડાકોડી આદિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તનાર જીવ ચારમાંથી કોઈ પણ સામાયિક પામતો નથી અને પૂર્વપ્રતિપન્ન (પામેલ) પણ નથી. કેમકે અતિસંક્લિષ્ટપણાવડે તેને તે સામાયિકોનો અસંભવ છે. આયુષની તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તનાર અનુત્તરવિમાનવાસી દેવ પ્રથમના બે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય છે, અને સાતમી નારક પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસનો જીવ છમાસ આયુ અવશેષ રહે ત્યારે તથાવિધ વિશુદ્ધિયુક્ત થવાથી તે બે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્ય આયુષ્યની સ્થિતિમાં વર્તનાર નિગોદાદિ જીવો કોઈ પણ સામાયિક પામતા નથી અને પૂર્વપ્રતિપક્ષ પણ નથી હોતા, કેમકે અવિશુદ્ધપણાથી તે તેને યોગ્ય નથી. બાકીના જ્ઞાનાવરણીયાદિ સાતકર્મની અન્તર્મુહૂર્ત પ્રમાણ-જઘન્યસ્થિતિઆદિક બાંધનાર, દર્શન સપ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy