SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦] કાળકાર, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આવશ્યકથી જાણી લેવું.) પૂર્વાદિ ચારે મહાદિશાઓમાં વિવક્ષિત કાળે ચારેય સામાયિક પ્રતિપદ્યમાન હોય છે, (એકાન્ત હોય જ એવો નિશ્ચય નહિ, કદાચિત્ હોય અને કદાચિ ન પણ હોય.) પૂર્વપ્રતિપન્ન તો ગમે તે દિશામાં અવશ્ય હોય જ. છિન્ન મુક્તાવલિ જેવી ચાર વિદિશાઓમાં અને ચતુષ્પદેશી રૂચકાકારવાળી ઉર્ધ્વ તથા અધોદિશામાં કોઇપણ સામાયિક નથી હોતું, કેમકે તે છએ શુદ્ધ દિશાઓમાં જીવ સંપૂર્ણ અવગાહતો નથી. (જઘન્યથી પણ જીવ અસંખ્યાત પ્રદેશમાં અવગાહે છે અને એ દિશાઓ તો એક પ્રદેશી તથા ચારપ્રદેશી હોવાથી તેટલા પ્રમાણમાં તેનો અવગાહ થઈ શકે નહિ.) પરન્તુ આમ તેમ ફરવાથી સામાયિકવાન જીવ એ દિશાને સ્પર્શ છે. ૨૭૦૫ થી ૨૭૦૭. હવે કાળદ્વાર કહે છે :(૩૮૪) સમૂત્તરસ સુયરસ ચ વિત્તી છબ્લિવિ ત્નિ ! विरई विरियाविरइं पडिवज्जइ दोसु तिसु वावि ॥२७०८॥८११॥ तइयाइसु तिसु ओसप्पिणीए उस्सप्पिणीए दोसुं तु । नोउस्सप्पुवसप्पिणिकाले तिसु सम्म-सुत्ताई ॥२७०९।। पलिभागम्मि चउत्थे चउब्विहं चरणवज्जियमकाले । चरणंपि हुज्ज गमणे सव्वं स्वत्थ साहरणे ॥२७१०॥ છએ પ્રકારના કાળમાં સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રતિપત્તિ સંભવે છે. તથા સર્વવિરતિ અને દેશવિરતિ (ઉત્સર્પિણીના) બે આરામાં અને (અવસર્પિણીના) ત્રણ આરામાં પ્રાપ્ત થાય છે. અવસર્પિણીના ત્રીજા આદિ ત્રણ આરામાં અને ઉત્સર્પિણીના બે આરામાં દેશવિરતિ અને સર્વવિરતિ પામનારા જીવો હોય છે, નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં જીવને ત્રણ આરાની અંદર સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક, તથા ચોથા આરાના પ્રતિભાગમાં ચારે પ્રકારનાં સામાયિક પ્રાપ્ત થાય છે, અકાળે (બાહ્ય દ્વીપ સમુદ્રમાં) ચારિત્ર વિના પ્રથમના ત્રણ સામાયિક પ્રાપ્ત થાય છે, (નંદીશ્વરદ્વીપમાં) જતા વિદ્યાચારણ મુનિઓને ચારિત્રસામાયિક પણ હોય છે અને (દેવાદિના) સંહરણથી સર્વ કાળે સર્વ સામાયિક હોય છે. ૨૦૦૮ થી ૨૭૧૦. વિવેચન :- સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ સુષમદુઃષમાદિક છએ આરાના કાળમાં સંભવે છે. તેમાં પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો હોય છે જ. તથા અવસર્પિણી કાળના સુષમદુષમાદિ ત્રણ આરામાં સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે, અને પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો ચાર સામાયિકવાળા હોય છે. આ જ પ્રમાણે આગળ પણ પૂર્વ પ્રતિપન્નના સંબંધમાં સમજવું. ઉત્સર્પિણીકાળના દુઃષમ સુષમા અને સુષમ દુઃષમા નામના બે આરામાં સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે અને પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો હોય છે જ. પ્રતિભાગની અપેક્ષાએ દેવકુર અને ઉત્તરકુરુમાં સુષમ સુષમા નામનો પ્રથમ આરો વર્તે છે, હરિવર્ષ અને રમ્યકક્ષેત્રમાં સુષમા નામનો બીજો આરો વર્તે છે, હૈમવંત અને હિરણ્યવંત ક્ષેત્રમાં સુષમ દુઃષમાં નામનો ત્રીજો આરો વર્તે છે, તથા પાંચ મહાવિદેહમાં દુઃષમ સુષમા નામનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy