SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાયિકની વારંવાર કર્તવ્યતા. [૩૭૩ હવે “સામાયિક કોને હોય છે ?” તેનું દ્વાર કહે છે. (३७०) जस्स सामाणिओ अप्पा संजमे नियमे तवे । तस्स सामाइयं होइ इइ केवलिभासिअं ॥२६७९।।७९७ ।। (३७१) जो समो सव्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासियं ॥२६८०॥७९८।। (३७२) सावज्जोगपरिक्खणट्टा सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमंति नच्चा कुज्जा बुहो आयहियं परत्था ॥२६८१।।७९९॥ केवलियं पडिपुन्नं परमं जिटुं गिहत्थधम्माओ । तं हियमिओ परत्था सिवं परं वा तदत्थं वा ॥२६८२।। गिहिणावि सव्ववज्जं दुविहं तिविहेणं छिन्नकालं तं । कायब्वमाह सब्बे को दोसो भण्णएऽणुमई ॥२६८३।। જેનો આત્મા મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તરગુણાત્મક નિયમમાં અને અનશનાદિ તપમાં સ્થિત હોય તેને તથા જે ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો ઉપર સમાનભાવે વર્તતો હોય (જીવમાત્રને આત્મવત્ ગણતો હોય) તેને સામાયિક હોય છે, એમ શ્રીમાનું કેવલી ભગવંતે કહ્યું છે. સાવદ્યયોગથી (આત્માનું) રક્ષણ કરવાને સંપૂર્ણ અને પવિત્ર સામાયિક ગૃહસ્થધર્મથી શ્રેષ્ઠ છે, એમ જાણીને વિદ્વાન પુરુષે મોક્ષ માટે આત્મોપકારક એવું સામાયિક કરવું જોઈએ. કેવલિક એટલે પરિપૂર્ણ, પરમ એટલે ગૃહસ્થ ધર્મથી શ્રેષ્ઠ, તે આત્મહિતકારક સામાયિક, આલોક-પરલોક માટે, અથવા મોક્ષ તે પર, તેને માટે કરવું જોઈએ. (સંપૂર્ણ સામાયિક ન કરી શકે એવા) ગૃહસ્થોએ પણ બેઘટિકાદિ કાળ-પ્રમાણ સર્વશબ્દ વજીને દ્વિવિધ-ત્રિવિધ સામાયિક કરવું જોઈએ. સર્વ શબ્દમાં શો દોષ છે કે જેથી તેમાં તેનો નિષેધ કરાય છે ? (એમ પૂછવામાં આવે તો) કહેવાનું કે (સામાયિકમાં સર્વ સાવધયોગનો નિષેધ કરતાં ગૃહસ્થને વ્રતભંગ થાય, કેમકે ગૃહાદિકમાં પૂર્વે અનેક આરંભ પ્રવર્તાવેલા હોય છે, તેથી સામાયિકમાં રહેલા ગૃહસ્થને તેની) અનુમતિરૂપ દોષ લાગે છે. ૨૬૭૯ થી ૨૬૮૩. | સર્વ સાવઘયોગની વિરતિ કરતાં, ગૃહસ્થને કેવી રીતે અનુમતિ દોષ લાગે છે ? તે નિર્યુક્તિકાર અને ભાષ્યકાર મહારાજ ફરમાવે છે :(३७३) सव्वंति भाणिऊणं विरइ खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥२६८४॥८००। आहाणुमई व न सो किं पच्चक्खाइ त्ति मन्नइ न सत्तो । पुबपउत्तसावज्जकम्मसाइज्जणं मोत्तुं ॥२६८५।। नणु तिविहं तिविहेणं पच्चखाणं सुयम्मि गिहिणोऽवि । तं थूलवहाईणं न सब्बसावज्जजोगाणं ॥२६८६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy