SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. [૩૪૯ આપતા. તથા શિષ્યવર્ગને દીક્ષા પણ નથી આપતા, તેમ તેમના શિષ્યોએ પણ કરવું જોઈએ. (પરંતુ) એ પ્રમાણે કરવામાં આવે તો તીર્થ દીર્ઘકાળ પર્યત ક્યાંથી પ્રવર્તે? અને જો તીર્થકરોની સાથે સર્વથા સમાનપણું ન હોય, તો અચેલકપણાનો આગ્રહ શા માટે રાખે છે ? જીનેશ્વરોની સાથે શેષ અતિશયોથી સર્વથા સમાનતા નથી માની, પણ તમે વેશ અને ચારિત્રથી કિંચિત સમાનતા માનેલ છે. ૨૫૮૫ થી ૨૫૯૦. - હે શિવભૂતે ! અરિહંતો વસ્ત્રરહિત છે, તેથી આપણે પણ વસ્ત્રરહિત-નગ્ન થવું જોઈએ એમ તારી માન્યતા હોય, તો જેવું ગુરુનું ચિન્હ હોય તેવું શિષ્યનું પણ હોવું જોઈએ, કેમકે બુદ્ધશિષ્ય શ્વેતવસ્ત્રધારી કે નગ્ન નથી હોતો. તે તો બુદ્ધના જેવો જ વેશ ધરનાર હોય છે, તેમ તારે પણ અરિહંતોના જેવું જ થવું જોઈએ, પરંતુ જિનેશ્વરના ઉપદેશથી જ તું નિરૂપમ ધીરજ અને સંઘયણના અભાવે વસ્ત્ર રહિત-નગ્ન થતો હોય તો ન થા. તું તીર્થકરનો શિષ્ય હોવાથી તેને તેમનો વેશ પ્રમાણ હોય, તો તેમનો ઉપદેશ પણ તારે પ્રમાણ રાખવો જોઈએ, કારણ કે ગુરુનો ઉપદેશ ઉલ્લંધીને વર્તન કરનાર શિષ્ય કદી પણ ઇષ્ટ અર્થનો સાધક નથી થતો. પરમગુરૂ શ્રી જિનેશ્વરોએ એ સંબંધમાં તો એમ કહ્યું છે, કે અનુપમ ધીરજ અને સંઘયણ આદિ અતિશયના અભાવે (સાધુએ) કદી પણ અચેલક (વસ્ત્રરહિત) ન થવું. આ પ્રમાણે પરમગુરુએ કહ્યા છતાં તું એમના ઉપદેશની વિરૂદ્ધ વર્તન શા માટે કરે છે ? શિવભૂતિ - જેમ ગુરુના ઉપદેશાનુસાર વર્તવું યોગ્ય છે, તેમ તેમના વેશ અને ચારિત્રનું પણ અવશ્ય અનુકરણ કરવું જોઈએ. આચાર્ય - તારું એ મંતવ્ય અયોગ્ય છે, કેમકે તેમના ઉપદેશાનુસાર વર્તન જ કાર્યસાધક છે. જેમ રોગી મનુષ્ય વૈદ્યના ઉપદેશાનુસાર વર્તન કરવાથી જ રોગમુક્ત થાય છે; પરંતુ તેના વેશનું કે આચરણનું અનુકરણ નથી કરતો, જો તે પ્રમાણે કરે, તો ઉલટો સન્નિપાતનો ભાગી થાય. તે જ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં પણ જિનેશ્વરરૂપ વૈદ્યના ઉપદેશાનુસાર વર્તનાર તેમના વેશ અને ચારિત્રનું અનુકરણ કર્યા વિના પણ કર્મરૂપ રોગથી મૂકાય છે, પરંતુ તેમના ઉપદેશાનુસાર વર્તન સિવાય તેમના વેશ અને ચારિત્રનું આચરણ કરનાર કર્મરોગથી મુક્ત થતો નથી, કેમકે તેવી યોગ્યતા સિવાય તેમનો વેષ અને ચારિત્ર ધારણ કરનાર કેવળ ઉન્માદાદિનું જ ભાજન થાય છે. વળી જો તું તીર્થંકરનાં વેષ અને ચારિત્રનો ધારક હો, તો તારું એ ધારકપણું તીર્થકરોની સાથે સર્વ પ્રકારે સમાન છે? કે દેશથી સમાન છે? જો સર્વ પ્રકારે સમાનતા હોય, તો જે પ્રમાણે તેઓ કરે છે, તે પ્રમાણે તારે પણ સર્વ કરવું જોઈએ. કારણ કે જેમ તીર્થકરો સ્વયંબુદ્ધ હોવાથી બીજાના ઉપદેશાનુસાર વર્તતા નથી, છદ્મસ્થ અવસ્થામાં બીજાને પ્રતિબોધવા ઉપદેશ આપતા નથી, કેવલજ્ઞાન સિવાય શિષ્યવર્ગને દીક્ષા પણ આપતા નથી; તેવી રીતે એમના શિષ્યોએ અને પ્રશિષ્યોએ પણ સર્વ કરવું જોઈએ. જો એ પ્રમાણે થાય, તો પછી કોઈને પણ ઉપદેશ દેવાના અભાવે દીક્ષાદિ અપાય નહિ, અને છેવટે તીર્થનો વિચ્છેદ થાય. પરંતુ જો તેઓની સાથે સર્વ સાધમ્યું ન હોય, તો પછી “હું અચેલક થાઉં” એવો મિથ્યા આગ્રહ શા માટે રાખે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy