SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] વસ્ત્રાદિમાં દેહાદિની માફક સંરક્ષણ રૌદ્રધ્યાનનો અભાવ. [૩૪૫ (તે બન્ને) આહારની જેમ શરીરોપકારી હોવાથી પરિગ્રહ નથી (આ કહેલ સર્વ કુયુક્તિઓ છે પણ પ્રતિદ્વંદી માટે કરી છે.) તે માટે લોકમાં એવી કઇ વસ્તુ છે કે જે સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહ કહેવાય ? (કોઇ નહિ.) ‘મુચ્છા રન્નો વુત્તો' એ આગમ વચનથી દ્રવ્ય-દેહ-આહાર કનકાદિને વિષે મૂર્છા અને અમૂર્છા વડે જ પરિગ્રહ અને અપરિગ્રહપણું નિશ્ચયથી માનેલ છે. એ કારણથી રાગ-દ્વેષરહિત વ્યકિતને વસ્ત્રાદિ જે જે સાધન સંયમમાં ઉપકારક થાય તે બધા અપરિગ્રહ છે, અને જે જે સંયમનો ધાત કરનારા થાય, તે સર્વે પરિગ્રહ છે. ૨૫૭૨ થી ૨૫૭૪. વસ્ત્રાદિ શો સંયમોપકાર કરે છે ? कं संजमोवयारं करेइ वत्थाइ जइ मई सुणसु । सीयत्ताणं ताणं जलणतणगयाण सत्ताणं ॥ २५७५ ॥ तह निसि चाउक्कालं सज्झायऽझाणसाहणमिसीणं । મહિ-મહિયા-વાસો-સા-યાવનિમિત્તે ૨ ર૧૭૬॥ मयसंवरुज्झणत्थं गिलाणपाणोवगारि वाभिमयं । मुहपुत्तिया चेवं परुवणिज्झं जहाजोगं ।। २५७७ ।। संसत्तसत्त- गोरस-पाणयपाणीयपाणरक्खत्थं । परिगलण- पाणघायण- पच्छाकम्माइयाणं च ।। २५७८ ।। परिहारत्थं पत्तं गिलाण - बालादुवग्गहत्थं च । दाणमयधम्मसाहण समया चेवं परुप्परओ ।। २५७९।। વસ્ત્ર વગેરે પદાર્થો શો સંયમોપકાર કરે છે ? તું એમ પુછતો હો, સાંભળ ઠંડીથી સાધુનું રક્ષણ, અગ્નિ અને તૃણગત જીવો નું રક્ષણ, તથા રાત્રિના ચારેય કાળમાં મુનિઓને સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું સાધન અને સચિત્ત પૃથ્વી, મહિકા, વર્ષા, હિમ અને રજથી રક્ષણ કરવાનું નિમિત્ત થાય છે. વળી મરેલાને ઢાંકવા માટે તથા બહાર લઇ જવાને તેમજ રોગીને વસ્ત્ર પ્રાણોપકારી માન્યું છે. એ પ્રમાણે મુહપત્તિ વગેરે પણ યથાયોગ્ય સંયમોપકારી છે, એમ કહેવું ઉચિત છે. તથા સંસક્ત સાધુઓએ ગોરશ-પાનક અને પેયગત પ્રાણીની રક્ષા માટે, હાથમાં ગ્રહણ કરેલ ગોરસાદિ ઝરી જવાથી થતા પ્રાણીઘાતથી બચવા પશ્ચાત્કર્માદિદોષોનો ત્યાગ કરવાને અને રોગી, બાળ વગેરેનો ઉપકાર કરવા માટે દાનધર્મના સાધન રૂપ પાત્ર રાખવું જોઇએ. એ પ્રમાણે વસ્ત્રાદિ રાખવાથી સર્વને પરસ્પર સમતા થાય. ૨૫૭૫ થી ૨૫૭૯. શિવભૂતિ :- વસ્ત્ર-પાત્રાદિ સંયમમાં શો ઉપકાર કરે છે, કે જેથી તે ગ્રહણ કરવું જોઇએ ? આચાર્ય ::- સુતર અથવા ઊનનું વસ્ત્ર ઠંડીથી પીડાયેલા સાધુનું રક્ષણ કરે છે અને આર્ત્તધ્યાંનને દૂર કરે છે, તથા અગ્નિ-ઘાસ-ઇન્ધનાદિગત જીવોનું પણ રક્ષણ કરે છે. કેમકે સાધુ પાસે જો વસ્ત્ર ન હોય, તો તે ઠંડીની પીડાના યોગે ઘાસ ઇન્પનાદિ વડે અગ્નિને પ્રજવલિત કરે, અને તેથી તગત જીવોનો વધ થાય, પરંતુ જો વસ્ત્ર હોય તો પ્રમાણે ન થાય અગ્નિ પ્રજવલિત કર્યા ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy