SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮] અત્યંત કદાગ્રહથી ગોષ્ઠામાહિલ સંઘબહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ પ્રમાણે પુષ્પમિત્ર આચાર્યે અનેક યુક્તિઓથી સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલે તે કબૂલ ન કર્યું, ત્યારે તેને બીજા ગચ્છના બહુશ્રુતસ્થવિરોની પાસે લઈ ગયા, (સ્થવિરોએ આચાર્યનું કથન સત્ય કહ્યું અને ગોષ્ઠામાહિલનું અસત્ય કહ્યું, ગોષ્ઠામાહિલે સ્થવિરોને કહ્યું કે હું પ્રરૂપણા કરું છું તેવું જ તીર્થકરોએ પ્રરૂપેલું છે. હે ઋષિયો તમો શું જાણો છો ? ત્યારે તેમણે કહ્યું. તમો મિથ્યાભિમાની છો ભગવાનની (તીર્થકરોની) આશાતના કરો નહીં. તમે કાંઇપણ સત્યતત્ત્વ જાણતા નથી ગોષ્ઠામાહિલે તે પણ ન માન્યું એટલે તેમણે શ્રીસંઘને બોલાવ્યો, શ્રીસંઘે કાયોત્સર્ગ કરીને દેવીને બોલાવી, તેમના પ્રભાવથી દેવીએ પ્રગટ થઈને કાર્ય માટે સંઘની આજ્ઞા માગી. શ્રીસંઘે પ્રસ્તુત અર્થને જાણવા છતાં સર્વ લોકોની પ્રતીતિ માટે કહ્યું કે મહાવિદેહમાં શ્રી સીમંધર જિનેશ્વર પાસે જઇને પૂછો, કે દુર્બલિકાપુષ્પમિત્રાદિ સર્વ સંઘ કહે છે, તે સત્ય છે, કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય છે ? દેવીએ કહ્યું કે મને મહાવિદેહમાં જતાં વિદનનો નાશ કરવા માટે કાયોત્સર્ગ કરો. સંઘે તેમ કરવાથી દેવીએ તળુસાર જિનેશ્વરને પૂછીને કહ્યું કે આચાર્યાદિ શ્રીસંઘ કહે છે તે સત્ય છે, અને ગોષ્ઠામાહિલ તો મિથ્યાવાદી તેમ જ સાતમો નિદ્વવ છે, એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. (આ સાંભળીને ગોઠામાહિલે કહ્યું કે, આ બિચારી અલ્પઋદ્ધિવાલી કટપૂતનાનું એવું સામર્થ્ય ક્યાંથી હોય, કે તે જિનેશ્વર પાસે જઇ શકે? આથી શ્રી સંઘે નિદ્ભવ જાણીને ગોષ્ઠામાહિલને સંઘ બહાર કર્યા. ૨૫૪૬ થી ૨૫૪૯. | | ઇતિ સપ્તમ નિદ્વવ . દેશ વિસંવાદી સાત નિદ્વવોની માન્યતા કહી, હવે વહુ પણ ઇત્યાદિ ૨૩૦૦ મી ગાથામાંના “ચ” શબ્દથી ગ્રહણ કરેલ આઠમા બોટિક(દિગમ્બર)નિતવોની માન્યતા કહે છે :(३५५) छ व्वाससयाइं नवुत्तराई तइआ सिद्धिं गयस्स वीरस्स । __ तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥२५५०॥ मू०भा०।।१४५।। (३५६) रहवीरपुर नगरं दीवगमुज्जाणमज्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥२५५१।।मू०भा०॥१४६॥ (३५७) बोडियसिवभूईओ बोडियलिंगस्स होइ उप्पत्ती । कोडिन्नकोट्टवीरा परंपराफासमुप्पन्ना ॥२५५२।।मू०भा०॥१४७॥ ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી છસો ને નવ વર્ષે રથવીરપુર નગરમાં બોટિક(દિગમ્બર)મત ઉત્પન્ન થયો. રથવીરપુરનગરના દીપકઉદ્યાનમાં આર્યકૃષ્ણસૂરિ આવ્યા, તેમની પાસે શિવભૂતિએ દીક્ષા લીધી. અને Wવીરોને ઉપધિ સંબંધી પૃચ્છા કરી, તેમણે યોગ્ય ઉત્તર આપ્યો તે તેને રુચ્યો નહિ, તેથી શિવભૂતિ બોટિક થયો તેનાથી બોટિક મતની ઉત્પત્તિ થઇ, તે પછી તેના કૌડિન્ય અને કોટ્ટવીર નામના શિષ્યોની પરંપરાએ તે વૃદ્ધિ પામી. ૨૫૫૦ થી ૨૫૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy