SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬] અવતનું ભાવિપણું નિયત છતાં અપરિમાણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આચાર્ય - તમારી એ દલીલ યોગ્ય નથી, કેમકે આ કાળે અહીંથી કોઈને મુક્તિ ગમનનો સંભવ નથી અને મહાવિદેહમાં પણ સર્વ જીવો મોક્ષે જાય એવો નિયમ નથી, એટલે તમારી દલીલ યુક્તિસંગત નથી. ગોષ્ઠામાહિલ - ગમે તે કોઈ મોક્ષે જાય તેને અને મુક્તાત્માને મારા કહ્યા મુજબ અપરિમાણ પ્રત્યાખ્યાન કરતાં કંઈ દોષ નહિ આવે, કેમકે મુક્તિમાં પણ મહાવ્રતો સાથે જવાથી અપરિમાણ પ્રત્યાખ્યાનની સફળતા થશે. આચાર્ય - તમારું એ કથન પણ યોગ્ય નથી, કેમકે જે મુક્તિમાં જાય છે, તેવા નિતિાર્થ મુક્તાત્માને વ્રતનો અવકાશ જ ક્યાં છે કે જેથી વ્રતોની સફળતા થાય ? તેમને તો સર્વ અર્થ સિદ્ધ થઈ ગયેલા હોવાથી વ્રતોની અપેક્ષા જ નથી. એટલે મોક્ષગામી જીવોની અપેક્ષાએ પણ અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું તે યોગ્ય નથી. ૨૫૪૧. અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી છે, તે જણાવે છે : जो पुणरव्वयभावं मुणमाणोऽवस्सभाविनं भणइ । વયમપરિમાણમેવું પડ્યું સો મુસાવા ર૪રી भावो पच्चक्खाणं सो जड़ मरणपरओ वि तो भग्गं । अह नत्थि न निद्दिस्सइ जावज्जीवंति तो कीस ? ॥२५४३।। जइ अन्नहेव भावो चेययओ वयणमन्नहा माया । किं वाऽभिहिए दोसो भावाओ किं वओ गुरुयं ? ॥२५४४॥ अन्नत्थ निवडिए वंजणम्मि जो खलु मणोगओ भावो । तं खलु पच्चक्खाणं, न पमाणं वंजणं छलणा ॥२५४५॥ ભવિષ્યમાં દેવગતિ આદિમાં અવિરતિભાવ અવશ્ય થનાર છે, એમ જાણવા છતાં પણ જે અપરિમાણ પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે. તથા વિરતિના પરિણામ રૂપ ભાવ તે પ્રત્યાખ્યાન કહેવાય, એવો ભાવ જો મરણ પછી પણ હોય, તો વ્રતનો ભંગ ન થાય. અને એવો ભાવ ન હોય, તો યાવજીવનની મર્યાદાએ પ્રત્યાખ્યાન શા માટે નથી કહેતા ? વિરતિપરિણામરૂપ ભાવ અન્ય પ્રકારના છે એમ જાણવા છતાં પણ પરિમાણરહિત અન્યથા પ્રકારે વચન કહેવું, એ કેવળ માયા જ છે. અથવા યાવજીવન પર્યતનું પ્રત્યાખ્યાન કહેવામાં શો દોષ છે ? (કે જેથી એમ નથી કહેતા) અથવા શું વચન ભાવથી પણ વિશિષ્ટ છે ? (કે જેથી અન્યથા વચનોચ્ચાર કરો છો ? આગમમાં તો ભાવની જ મુખ્યતા છે.) અન્ય પ્રકારના પ્રત્યાખ્યાનનો ભાવ હોય અને અન્ય પ્રત્યાખ્યાનના વ્યંજનનો ઉચ્ચાર થાય, એમાં મનોગત જે ભાવ હોય તે ભાવ જ નિશ્ચય પ્રત્યાખ્યાન છે, પણ વ્યંજનની સ્કૂલના (અન્યપાઠનો ઉચ્ચાર) પ્રમાણ નથી. ૨૫૪૨ થી ૨૫૪૫. કોઈ વ્યક્તિ શાસ્ત્રથી પરિચિતમતિવાળી હોવાથી વિશેષજ્ઞ હોય અને તેથી “દોષરહિત સંપૂર્ણ વ્રત પાળનાર દેવલોકમાં જાય છે ત્યાં ભવિષ્યમાં તેને અવિરતભાવ અવશ્ય થવાનો છે.” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy