SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પ્રત્યાખ્યાનમાં શક્તિરૂપ અપરિમાણ પક્ષમાં દોષો. [૩૩૩ સૂર્યાદિની ગતિક્રિયા વડે જેમ સમયાદિ કાળ અનુમિત છે, તેમ શક્તિક્રિયા વડે પણ કાળ અનુમિત છે. તેથી કરીને અપરિમાણની હાનિ થાય છે.અને આશંસા દોષ કાયમ રહે છે. ૨૫૩૪ થી રપ૩પ. વિવેચન :- આચાર્ય - “જે પ્રત્યાખ્યાન પરિમાણ વિના જ કર્યું હોય તે કલ્યાણકારી છે.” એમ જે તમે કહો છો, તેમાં અમે પૂછીએ છીએ કે તમે અપરિમાણ કોને કહો છો ? જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી કરવું તે અપરિમાણ છે ? અથવા સર્વ અવાગતકાળ તે અપરિમાણ છે ? કે અપરિચ્છેદને અપરિમાણ કહો છો? જયાં સુધી શક્તિ હોય ત્યાં સુધી હું અમુક નહિ એવું, એ પ્રમાણેની શક્તિને જો અપરિમાણ કહેતા હો, તો તે શક્તિ જ પરિમાણ થાય છે. કારણ કે “જ્યાં સુધી શક્તિ હોય, ત્યાં સુધી હું અમુક નહિ લેવું.” એ પ્રકારની શક્તિરૂપ ક્રિયા વડે પ્રત્યાખ્યાનની મર્યાદાનું પરિમાણ થાય છે. જેમ સૂર્યાદિની ગતિ વડે સમય-આવલિ વગેરે કાળનું પરિમાણ થાય છે, તેમ ઉપરોક્ત શક્તિરૂપ ક્રિયા વડે પણ પ્રત્યાખ્યાનની મર્યાદાનું પરિમાણ થાય છે. અને એ પ્રમાણે માનવાથી “અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઈએ.” એ તમારા પક્ષની હાનિ થાય છે, તેમજ આશંસાદોષ કાયમ રહે છે. કેમકે “શક્તિ પૂરી થયા પછી હું એ સેવીશ.” એવી આશંસા અવસ્થિત રહે છે. રપ૩૪ થી ૨૫૩૫. શક્તિરૂપ અપરિમાણ માનવામાં બીજા પણ અનેક દોષો છે, તે બતાવે છે : जह न वयभङ्गदोसो मयस्स तह जीवओवि सेवाए। वयभङ्गनिब्भयाओ पच्चक्खाणाणवत्था य ।।२५३६॥ इत्तियमेती सत्तीत्ति नाइयारो न यावि पच्छित्तं । न य सव्वव्वयनियमो एगेणवि संजयत्तत्ति ॥२५३७।। અમારા મતે જેમ મરેલાને પરલોકમાં વ્રત ભંગનો દોષ નથી, તેમ તમારા મતે (શક્તિરૂપ અપરિમાણથી) જીવતાને ભોગ ભોગવતાં પણ દોષ નહીં લાગે અને એ પ્રમાણે વ્રતભંગના ભયના અભાવથી પ્રત્યાખ્યાનની અનવસ્થા થશે. વળી “આટલી જ મારી શક્તિ છે એથી અધિક નથી.” એવા અધ્યવસાયથી વિપરીત, સેવન કરતાં તમારા અભિપ્રાય અતિચાર નહિ લાગે, વ્રતભંગ નહિ થાય. પ્રાયશ્ચિત્ત પણ નહિ લાગે, સર્વ વ્રત પાળવાનો નિયમ પણ નહિ રહે, અને એક જ વ્રતથી સંયમી કહેવાશે. વિવેચન - જેમ મરણ પામેલાને દેવગતિ આદિ પરલોકમાં દેવાંગનાદિ સાથે ભોગ ભોગવતાં અમારા મતાનુસારે દોષ નથી લાગતો, તેમ તમારા મતાનુસાર શક્તિરૂપ અપરિમાણ માનવાથી જીવતાં છતાં પણ ભોગ ભોગવતાં દોષ નહિ લાગે; કેમકે “આટલી જ મારી શક્તિ છે, તે પછી મારૂં પ્રત્યાખ્યાન પૂર્ણ થવાથી જીવતાં છતાં પણ હું ભોગો ભોગવું.” આવા અભિપ્રાયે પ્રત્યાખ્યાન લેવાથી ભોગો ભોગવતાં છતાં પણ દોષાનુષંગ નહિ લાગે, પરંતુ આવી માન્યતા જિનશાસનમાં ઈષ્ટ નથી. વળી “આટલી જ મારી શક્તિ છે” એવા અવલંબનથી વ્રતભંગનો ભય નહિ રહે, અને પ્રત્યાખ્યાનની અનવસ્થા થશે. કેમકે “આટલી જ મારી શક્તિ છે.” એમ માનીને ભોગો ભોગવે, ફરી પાછું પ્રત્યાખ્યાન લે; ફરી એ જ પ્રમાણે ભોગો ભોગવે અને પુનઃ પ્રત્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy