SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [૩૩૧ ગોષ્ઠામાહિલ ઃ- “ચત્તમાળે પતિ” એ વચનથી આગમમાં કર્મનું સંચરણશીલપણું કહ્યું છે, છતાં તમે તેનો નિષેધ કેમ કરો છો ? આચાર્ય :- એ વચનનો અભિપ્રાય તમે સમજ્યા નથી, તેથી એમ કહો છો. “વતમાળે પતિ” ઈત્યાદિ તથા “નેરા ગાવ તેમબિદુ નીવાઓ નિયં મ્ન નિષ્નર.'' એટલે નારકીથી વૈમાનિકદેવ પર્યંતના જીવો ચલિતકર્મની નિર્જરા કરે છે. અને નિર્નિમાળ નિર્ડીનમ્ એટલે નિર્જરા કરાતું હોય, તે નિર્જર્યું કહેવાય. એ વચનથી આગમમાં ચલિતકર્મને નિર્જીર્ણકર્મ કહ્યું છે, અને એ નિર્જીર્ણકર્મ તે અકર્મ સમજવું. એવું કર્મ મધ્યમાં હોય, તો પણ આકાશ અને પરમાણુ આદિની જેમ વેદના કરવાના સામર્થ્યના અભાવે તે વેદના કરી શકતું નથી. એ પ્રમાણે કર્મને સંચરણશીલ માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય છે, ખરી રીતે અંતરવેદનાના સદ્ભાવથી મધ્યે પણ કર્મ છે; મિથ્યાત્વાદિહેતુએ કરીને કર્મબંધ જીવને થાય છે. તે જેમ બાહ્યપ્રદેશે તેમ મધ્યપ્રદેશે અને જેમ મધ્યપ્રદેશે તેમ બાહ્યપ્રદેશે થાય છે, તેમને બાંધવામાં અધ્યવસાયરૂપ હેતુ છે અને તે સમસ્ત જીવોમાં રહેલા છે. તેથી કર્મને મધ્યમાં રહેલું માનવું એ જ યોગ્ય અને શાસ્ત્રસમ્મત છે. ૨૫૨૮ થી ૨૫૩૦. જીવ-કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ છતાં પણ તેનો વિયોગ થવાથી મોક્ષ થાય તે જણાવે છે : अविभागत्थरस वि से विमोयणं कंचणोवलाणं व । नाण - किरियाहिं कीरइ मिच्छत्ताईहिं च आयाणं ।। ३५३१ ॥ कह वा दाणे किरियासाफल्लं नेह तव्विघायम्मि । किं पुरिसकारसज्यं तस्सेवासज्झमेक्कं तो ।। २५३२|| असुभ तिव्वाईओ जह परिणामो तदज्जणेऽभिमओ । तह तव्विहो च्चिय सुभो किं नेट्ठो तव्विओगेवि ? || २५३३ || સુવર્ણ અને પત્થરની જેમ જીવની સાથે અવિભાગપણે કર્મ રહ્યા છતાં પણ, તેનો જ્ઞાન અને ક્રિયાવડે વિયોગ થાય છે, અને મિથ્યાત્વાદિ વડે પુનઃસંયોગ થાય છે. વળી કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાનું સાફલ્ય છે, અને કર્મનો વિઘાત કરવામાં દયા વગેરે ક્રિયાનું સાફલ્ય નથી એમ માનો છો એનું શું કારણ ? શું એક પ્રયત્નથી એક કર્મબંધરૂપ કાર્ય સાધ્ય થાય, અને તેવાં જ એક શુભ પ્રયત્નથી નિર્જરારૂપ કાર્ય સાધ્ય ન થાય ? માટે જેમ તીવ્રાદિ અશુભ પરિણામને કર્મ ગ્રહણ કરવામાં હેતુરૂપ માનો છો, તેમ તેનો વિયોગ કરવામાં પણ તીવ્રાદિ શુભપરિણામ કેમ નથી માનતા ? ૨૫૩૧ થી ૨૫૩૩. વિવેચન :- જીવની સાથે કર્મનો સુવર્ણ અને પત્થરની જેમ અવિભાગપણે સંબંધ છે, તે છતાં જ્ઞાન અને ક્રિયાવડે તેનો વિયોગ થાય છે, તથા મિથ્યાત્વાદિ હેતુ વડે જીવ સાથે કર્મનો સંબંધ થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - જીવોનો અવિભાગ સંબંધ બે પ્રકારે છે, એ આકાશની સાથે અને બીજો કર્મની સાથે, તેમાં જે આકાશની સાથે સંબંધ છે, તેનો કદી પણ વિયોગ નથી થતો, અને જે કર્મની સાથે જીવનો અવિભાગ સંબંધ છે, તેમાં અભવ્ય જીવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy