SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ વિષે. [૩૨૭ બંધાયેલ સોયના સમૂહની જેમ બદ્ધસ્પષ્ટકર્મ હોય છે અને અગ્નિથી તપાવી, હથોડાથી ટીપીને સર્વથા એકત્રિત કરેલ સોયના સમૂહની જેમ બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ હોય છે. | નિકાચિત અને અનિકાચિત કર્મમાં એટલો તફાવત છે કે બંધન-સંક્રમણા-અપવર્તના-ઉદ્વર્તનાઉદીરણા-ઉપશમના-નિધત્તિ અને નિકાચના કર્મસંબંધી કરણો છે. એમાંના જે અપવર્તનાદિ કરણો છે, તે અનિકાચિત કર્મમાં પ્રવર્તે છે, એટલે કે અનિકાચિત કર્મની સ્થિતિની હાની-વૃદ્ધિ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવીને પ્રદેશોદય વડે તેનો ક્ષય, તેમજ સ્વ-સ્વરૂપે પ્રકૃતિનો વિપાકથી અનુભવ એ સઘળું થાય છે, પરન્તુ નિકાચિત કર્મમાં એવું કઈ પણ નથી થતું. તેનો તો ઘણાભાગે વિપાકથી જ અનુભવ થાય છે, ઉત્કૃષ્ટ તપના અધ્યવસાયના બળથી નિકાચિતકર્મમાં પણ અપવર્તનાદિ કરણો થાય છે. આ પ્રમાણે નિકાચિત અને અનિકાચિત કર્મમાં તફાવત છે. કર્મ સંબંધી આટલા વ્યાખ્યાનમાં લીરનીરવતુ અથવા અગ્નિ અને લોહવત્ જીવ-પ્રદેશની સાથે કર્મનો સંબંધ છે. એવા તાત્પર્યવાળું વ્યાખ્યાન વિધેયમુનિ પાસેથી સાંભળીને તથાવિધ અશુભકર્મના ઉદયથી અભિનિવેશ વડે ગોષ્ઠામાહિલને વિપ્રતિપ્રત્તિ થઇ, તેથી તે કહેવા લાગ્યો કે આ વ્યાખ્યાન દોષવાળું છે, કારણ કે જીવ-પ્રદેશની સાથે કર્મનો અભિન્નપણે સંબંધ હોવાથી મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે. ૨૫૧૨ થી ૨૫૧૫. જીવકર્મનો સંબંધ ક્ષીરનીરની જેમ માનવો યોગ્ય નથી, પણ સર્પ-કંચુકની જેમ માનવો જોઇએ, તે જણાવે છે : न हि कम्मं जीवाओ अवेइ अविभागओ पएसो ब्ब । तदणवगमादमुक्खो जुत्तमिणं तेण वखाणं ॥२५१६।। (३५३) पुट्ठो जहा अबद्धो कंचुइणं कंचुओ समन्नेइ । एवं पुट्ठमबद्धं जीवं कम्मं समन्नेइ ॥२५१७॥ ગાથાર્થ:- ઉપરોક્ત કથનાનુસાર જીવ-કર્મનો સંબંધ અગ્નિ અને લોહપિંડની જોમ તાદાભ્ય સંબંધ હોવાથી જીવના પ્રદેશોની જેમ કર્મ જીવથી(કદી પણ)જુદાં ન થાય, જો કર્મ જીવથી જુદા ન થાય, તો મોક્ષ ન થાય, તેથી આ હું કહું છું તે વ્યાખ્યાન કરવું યોગ્ય છે. જેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એવો અબદ્ધકંચુક સર્પ સાથે સંબંધવાળો હોય છે, તેમ સ્પર્શમાત્રથી સંયુક્ત એવો અબદ્ધ કર્મ જીવની સાથે સંબંધવાળું હોય છે,(એમ માનવાથી જ મોક્ષનો યોગ થાય છે.) ૨૫૧૬-૨૫૧૭. હવે નવમા પ્રત્યાખ્યાન-પૂર્વમાં જે વિપ્રતિપત્તિ થઈ તે કહે છે : सोऊण भन्नमाणं पच्चक्खाणं पुणो नवमपुवे । सो जावज्जीवविहियं तिविहं तिविहेण साहूणं ॥२५१८॥ (३५४) जंपइ पच्चखाणं अपरिमाणाए होइ सेयं तु । जेसिं तु परिमाणं तं दुटुं आसंसा होइ ॥२५१९।। आसंसा जा पुण्णे सेविस्सामि त्ति दूसियं तीए । जेण सुयम्मि वि भणियं परिणामा सुद्धिसुद्धं तु ॥२५२०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy